મોરબી : જનરલ હોસ્પીટલમાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો : ૭૫૪ દર્દીઓએ કેમ્પનો લાભ લીધો

- text


મોરબી જિલ્લા વહિવટી તંત્ર અને જનરલ હોસ્પીટલ મોરબીના સયુંકત ઉપક્રમે ૧લી મે ગુજરાત સ્થાપના  દિનની ઉજવણી કરાઇ

- text

 

૧લી મે-૨૦૧૭ના રોજ ગુજરાત રાજય સ્થાપના દિન નિમિતે મોરબી જિલ્લા વહિવટી તંત્ર અને જનરલ હોસ્પીટલ મોરબીના સંયુકત ઉપક્રમે હોસ્પીટલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પનું જિલ્લા કલેકટરશ્રી આઇ.કે પટેલે દિપ પ્રગટાવી પ્રારંભ કરાવ્યો હતો.આ કેમ્પમાં જે તે વિભાગના નિષ્ણાત તબીબો દવારા દર્દીઓના રોગની તપાસ કરવામાં આવી હતી. આ કેમ્પમાં કુલ ૭૫૪ દર્દીઓએ લાભ લીધો હતો જેઓને વિવિધ રીપોર્ટ જેમાં જરૂરી એકસ-રે, સોનોગ્રાફી અને સી.ટી. સ્કેન કરી જરૂરી નિદાન કરી જરૂરી સારવાર આપવામાં આવી હતી

કેમ્પમાં જુદા જુદા વિભાગના તબીબો  સર્વશ્રીઓ ડો.પી.કે દુધરેજીયા, ડો. જે.બી. બોરસણીયા, ડો. અર્જુન સુવાગીયા, ડો. હેમલ પટેલ, ડો. ભાડેસીયા, ડો. ભાવેશ શેરસીયા, ડો. સુધિર પૈજા, ડો. મોનિકા જાની, ડો. હાર્દિક રાવલ એ સેવાઓ આપી હતી.

આ કેમ્પમાં નિવાસી અધિક કલેકટરશ્રી પી.જી.પટેલ તેમજ આરોગ્ય ખાતાના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ હોસ્પીટલનો નર્સીગ સ્ટાફ પણ ઉપસ્થિત રહયા હતા.

- text