ગોંડલ ખાતે યોજાનાર મહાકૃષિ સેમિનારમાં મોરબી જિલ્લામાંથી હજારો ખેડુતો ભાગ લેશે

- text


 

મોરબી રાજકોટ જીલ્લાના સંયુકત ઉપક્રમે યોજાનાર કૃષિ મહોત્સવ-૨૦૧૭ અંતર્ગત ગોંડલ ખાતે આગામી તારીખ ૧૯ મી મેના રોજ યોજાનાર મહા કૃષિ સેમિનારમાં મોરબી જિલ્લાના હજારો ખેડુતો ભાગ લેવા સાથે કૃષિ વૈજ્ઞાનિકો, કૃષિ અધિકારીશ્રીઓ પાસેથી વૈજ્ઞાનિક પ્રધ્ધતિનું કૃષિજ્ઞાન  મેળવશે. તા ૬ મે થી શરૂ થનાર આ કૃષિ મહોત્સવ ના ધનિષ્ઠ આયોજન માટે  આજે મોરબી જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેકટરશ્રી આઇ.કે. પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લાના સબંધિત વિભાગના અધિકારીશ્રીઓની મળેલ બેઠકમાં તેમણે ઉપર મુજબ જણાવ્યુ હતું.

બેઠકમાં કલેકટરશ્રીએ સેમિનારમાં જિલ્લામાંથી ભાગ લેવા જનાર ખેડુતોને પીવાના પાણી તથા જરૂરી દવાની વ્યવસ્થિત વ્યવસ્થા જોવા સબંધિત અધિકારીશ્રીઓને સુચના આપી હતી.બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.એમ. ખટાણા પણ ઉપસ્થિત રહયા હતા તેમણે  તા ૬ મે થી શરૂ થનાર આ કૃષિ મહોત્સવ ૨૩મી મે સુધી ચાલશે. તેમ જણાવી આ ઉત્સવમાં ખેડુતો ભાગ લઇ કૃષિલક્ષી માર્ગદર્શન સાથે સરકારની  કૃષિ યોજનાઓની જાણકારી મેળવે તેમ તેમણે જણાવ્યુ હતું

- text

રાજય સરકાર પ્રેરિત કૃષિ મહોત્સવ-૨૦૧૭નો આ મહોત્સવ મોરબી રાજકોટ જિલ્લાના સંયુકત ઉપક્રમે યોજાશે. અને આગામી તા. ૧૯ મી મેના રોજ રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે મહા કુષિ સેમિનાર અને પ્રદર્શન અને કૃષિ નિદર્શન  યોજાશે. ગોંડલ માર્કેટીંગ યાર્ડ ખાતે યોજાનાર આ સેમિનારમાં કૃષિ યુનિવર્સિટી જુનાગઢ થીમ જળ સંચય અને જળ સીચંન અંતર્ગત કૃષિ વૈજ્ઞાનિકો અને પ્રગતિશીલ ખેડુતો દવારા ખેડુતોને  અતિ આધુનિક વૈજ્ઞાનિક ઢબે કૃષિ ઉત્પાદન મેળવવા તેમજ  ઓછા પાણીએ વધુ કૃષિ ઉત્પાદન મેળવવા નિદર્શન સાથે માર્ગદર્શન પુરૂ પડાશે. ખેડુતોને આ કૃષિ મહોત્સવમાં પહોચવા નિયત કરેલ ગામોએ બસોની સુવિધા ઉપલબ્ધ કરાશે. આ માટે જિલ્લા વિકાસ અધિકારીની દેખરેખ હેઠળ જિલ્લા ખેતીવાડી અધિકારી તથા સબંધિત અધિકારીશ્રીઓ એ વ્યવસ્થા કામગીરી હાથ ધરી છે. અને આ માટે જરૂરી કર્મચારીઓની ટીમો બનાવી માઇક્રોપ્લાનીંગ વ્યવસ્થા ગોઠવાઇ રહી છે

આ બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એન.ડી.ગોવાણી, ખેતિવાડી અધિકારીશ્રી ડી.બી. ગજેરા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.જે.એમ. કતીરા, મદદનીશ પશુપાલન નિયામકશ્રી ડી.એ. ભોરણીયા, તેમજ જીલ્લાના મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ તેમજ જિલ્લાના સબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા

 

- text