મોરબી માં સીરામીક ઉદ્યોગકારો માટે જી એસ ટી વિશે માર્ગદર્શન સેમિનાર યોજાયો

- text


જી એસ ટી લાગુ થવાથી સી ફોર્મ ,વેટ એક્સાઇઝ માંથી ઉદ્યોગકારો ને મળશે રાહત

મોરબી નો સીરામીક ઉદ્યોગ સી ફોર્મ,વેટ એકસાઇઝ ની કડાકૂટ માંથી છુટકારો મેળવવા લાંબા સમય થી જી એસ ટી લાગુ કરવાની માંગ કરી રહ્યો છે ત્યારે આગામી જુલાઈ માં જી એસ ટી લાગુ થવાના ઉજળા સંકેતો મળ્યા છે.એવી સીરામીક ઉદ્યોગ માં રાહત ની લાગણી ફરી વરી છે.ત્યારે જી એસ ટી અંગે યોજાયેલા માર્ગદર્શન સેમિનાર માં વેટ,એકસાઇઝ ના  અધિકારીઓ સીરામીક ઉદ્યોગને જી એસ ટી થી થતા ઉદ્યોગ ને ફાયદા ની સમજણ આપી હતી.

- text

મોરબી સિરામિક એસોસીએસન ની ઓફિસે તાજેતરમાં સીરામીક ઉદ્યોગકારો  માટે જી એસ ટી અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો.જેમાં વેટ ના જોઈન્ટ કમિશનર એસ એમ સક્સેના વેટ ના આસિસ્ટન્ટ અધિકારી એમ સી મહેતા ,વેટ ઓફિસર બી એમ ગોહેવાલઃ એક્સાઇઝ ના ડેપ્યુટી કમિશનર મનીષ કુમાર ચાવડા ,સીરામીક યેલોના હોદેદાર કે જી કુંડારીયા ,નિલેશ જેતપરીયા  તથા મોટી સંખ્યામાં સીરામીક ઉદ્યોગ કારો અને સીરામીક વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.જેમાં જીએસટી થી થતા ફાયદા અને જીએસટી માં કેવી રીતે અપ્લાય કરવી ટ્વિ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.વેટ અને એકસાઈઝ ની અધિકારીઓ જણાવ્યું હતું કે જુલાઈ માસ થી જીએસટી લાગુ થશે સીરામીક ઉદ્યોગકારો ને સી ફોર્મ થી વધારે માથાકૂટ રહે છે તેથી જીએસટી લાગુ થવાથી સી ફોર્મ થી ઉદ્યોગ કારો ને મુક્તિ મળશે અને વેટ તથા એકસાઇઝ એક થઇ જશે વેટ અને એકસાઇઝ થી થતી કનડગત પણ દૂર થશે.તેથી ઉદ્યોગોને વિકાસ નો  વેગ મળશે જીએસટીમાં સીરામીક ઉદ્યોગકારો એ 90%એપ્લાય થઇ ચુકી છે જોકે સીરામીક ઉદ્યોગકારોએ 12% સ્ટેપ સાથે જીએસટી લાગુ કરવાની માંગ કરી છે.

- text