મીયાણા તાલુકાના સરવડ થી મોટાભેલા ગામને જોડતો માર્ગમાં ઠેરઠેર ગાબડા અકસ્માત સર્જે એ પહેલાં મરામત કરવી અનિવાર્ય છે

- text


સરવડ થી મોટાભેલા જતો માર્ગ નવો બન્યો જેને છ વર્ષ જેવો સમય વિતી ગયો છે મોટાભેલા ભાવપર બગસરા નાનાભેલા જેવા ગામડાઓને જોડતો આ એકમાત્ર પાકો રસ્તો છે આ માર્ગમાં ઠેરઠેર મોટામોટા ગાબડાં પડી જવાથી ખાસ કરીને દ્વિચક્રી અને ફોર વિહિલ જેવા વાહન ચાલકોને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડે છે આ રોડની બે વખત પી ડબલ્યુ ડી દ્વારા મરામત કરવામાં આવી હતી ગામના પાદર થી એક કિ.મી ના અંતરે ડામર ના થીગડા મારી સબ સલામત હૈ કામગીરી ચોપડે ચડાવી નાખી   બગસરા વવાણીયા થી મીઠુ ભરીને આવતા અવરલોડ તોતિંગ વાહનો પોલીસ થી બચવા આ માર્ગ નો ચોર રસ્તા તરીકે ઉપયોગ કરતાં હોય અને સ્થાનિક નેતા ની કામગીરી ની ઉણપ જેવા કારણો ભરી મુશ્કેલી નો ઉપરોક્ત ગામના રાહદારીઓ અને વાહન ચાલકો ત્રાહિમામ્ પોકારી ઉઠ્યા છે આ પાંચ છ ગામોને જોડતો એકમાત્ર રસ્તા નુ નવીનિકરણ કરવામાં આવે અથવા રીપેરીંગ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે

- text