હળવદમાં સરદાર ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટના છ કારખાનામાં ચડ્ડી-બનિયાનધારી ગેંગ ત્રાટકી

- text


ચડ્ડી-બનિયાનધારી ગેંગ છ કારખાના તાળા તોડી ચોરી કરીને ફરાર : ટોળકીના સાત શખ્સો ચોરી કરતા સીસીટીવીમાં કેદ

હળવદ : હળવદ ધ્રાંગધ્રા હાઈ-વે પર આવેલ સરદાર ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટના 6 કારખાનામાં મધરાત્રે ચડ્ડી-બનિયાનધારી ગેંગ ત્રાટકી હતી અને ચડ્ડી-બનિયાનધારી ગેંગે છ કારખાનાના તાળા તોડી ચોરી કરીને ફરાર થઈ ગઈ હતી. જો કે હાલ બે કારખાનામાં ચોરી થયાની વિગતો જાણવા મળી છે. ટોળકીના સાત શખ્સો ચોરી કરતા સીસીટીવીમાં કેદ થયા હોવાનું પણ જાણવા મળ્યું છે. હાલ હળવદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ ચોરીના બનાવની પ્રાપ્ત વિગતો મુજબ હળવદ ધ્રાંગધ્રા હાઈ-વે પર આવેલ સરદાર ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટના 6 કારખાનામાં ગત મોડી રાત્રે ચડી-બનિયાનધારી ગેંગે ત્રાટકીને તરખાટ મચાવ્યો હતો અને કિશન ગમ, ખોડીયાર સ્ટીલ, લક્ષ્મી ગવાર ગમ, સાન્વી ઇન્ડસ્ટ્રીઝ, પુજા ઈન્ડસ્ટ્રીઝ અને હર્ષ એગ્રોના એમ છ કારખાનામાં તાળા તોડીને ચોરી કરી હતી.

- text

વધુમાં જાણવા મળતી વિગતો મુજબ આ ટોળકી ગતરાત્રીના એકથી દોઢની વચ્ચે આ છ કરાખનાને નિશાન બનાવ્યા હતા. જો કે આ ચડી-બનીયાનધારી ટોળકીના સાત શખ્સોએ છ કારખાનાના તાળા તોડ્યા હતા. જેમાંથી બે કારખાનામાં ચોરી થયાનું જાણવા મળ્યું છે. એક કારખાનામાં રૂ.30 હજાર અને બીજા કારખાનામાં રૂ.200 ની ચોરી થઈ હતી. જ્યારે છ કારખાનામાં ચોરીના ઇરાદે ભાંગતુટ કરી હોવાની પણ વિગતો જાણવા મળી છે.

આ ચોરી કરતી ટોળકી સીસીટીવીમાં થઈ કેદ થઈ છે. જેમાં ચડી-બનીયાનધારી ટોળકીના સાત શખ્સો છ કારખાનામાં ચોરી કરતા હોવાનું સ્પષ્ટપણે દેખાઈ છે. આ ટોળકી રાત્રે લૂંટફાટ મચાવીને ફરાર થઈ ગઈ હતી. આ બનાવની જાણે થતા હળવદ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. જો કે હળવદમાં ચડી-બનિયાનધારી ગેંગ ત્રાટકી હોવાનું બહાર આવતા લોકોમાં ફફડાટ મચી ગયો છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text