વાંકાનેર : શેરીમાં પાણી ઢોળવાની બાબતે યુવતી પર પાડોશી મહિલાએ છરી વડે હુમલો કર્યો

- text


પાડોશી મહિલા સામે હુમલો કર્યાની વાંકાનેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

વાંકાનેર : વાંકાનેરમાં શેરીમાં પાણી ઢોળવા જેવી નજીવી બાબતે પાડોશીઓ બાખડી પડ્યા હતા. જેમાં યુવતી પર પાડોશી મહિલાએ છરીથી હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે યુવતીએ પાડોશી મહિલા સામે ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વાંકાનેર સીટી પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેરના હસનપર રહેતી અને હાલ અભ્યાસ કરતી સબીસ્તાબેન અમીભાઈ શેરશીયા (ઉ.વ ૧૯) નામની યુવતીએ તેમના પાડોશમાં રહેતા રૂકસાનબેન ઈમરાનભાઈ બેલીમ સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા.૨૨ ના રોજ ફરીયાદીની બાજુમા રહેતા આરોપીએ શેરીમા પાણી ઢોળતા ફરીયાદીએ પાણી ઢોળવાની ના પાડતા, તે બાબતે આરોપીએ ફરીયાદી તેમજ સાહેદને ગાળો આપી આરોપીએ ફરીયાદીને છરી વતી જમણા ગાલે તેમજ જમણા હાથની આંગળીમા સામાન્ય ઈજા પહોચાડી હતી. વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text