હળવદના માનગઢ ગામ પાસે જુગાર રમતા બે ઝડપાયા, સાત ફરાર

હળવદ : હળવદ પોલીસે હળવદના માનગઢ ગામ પાસે જુગાર રમતા બેને ઝડપી લીધા હતા. જ્યારે અન્ય સાત શખ્સો નાશી છૂટ્યા હતા. આ બનાવ અંગે હળવદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ જુગારની રેડની હળવદ પોલિસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર હળવદ પોલીસ સ્ટાફે બાતમીના આધારે ગઈકાલે તા.૨૨ ના રોજ ટીકર ગામની સીમ માનગઢ જવાના રસ્તે પાસે જાહેરમા જુગાર રમતા કિશોરભાઇ બચુભાઇ પરમાર, જીતેન્દ્રભાઇ નારાયણભાઇ પરમારને કુલ રૂ. ૧૫૦૦ના મુદૃામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે સ્થળ પરથી આરોપીઓ શાર્દુલભાઇ રાઘુભાઇ, મનજીભાઇ ગાંડુભાઇ પરમાર, વિજયભાઇ નારાયણભાઇ પરમાર, વાસુભાઇ માનસિંગભાઇ કોળી, અનિલ ઉર્ફે કપુરી હરજીવનભાઇ દલવાડી, દિનેશભાઇ હેમુંભાઇ, દલસુખભાઇ નાથાભાઇ કોળી નાશી છૂટતા પોલીસે આ તમામ આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate