મોરબી : અન્યત્ર પાલિકાની ટીમને આધુનિક સાધનો સાથે બોલાવી ગટરોની સફાઈ કરાવવા માંગ

- text


મોરબી : મોરબીમાં ઘણા વર્ષો પૂર્વે બનાવેલ ભૂગર્ભ ગટરો ચાલુ વર્ષે ભારે વરસાદને કારણે ભરાઈ ગઈ છે. આ ગટરને સાફ કરવા માટે મોરબી નગરપાલિકાની ભૂગર્ભ ગટર સફાઈ ટીમ પાસે પૂરતા પ્રમાણમાં માણસો ના હોય તેમજ આધુનિક સાધનો ન હોય. જેના કારણે સમગ્ર મોરબી શહેરમાં ભૂગર્ભ ગટર ચોક અપ થઈ ગઈ છે. તેના કારણે ગટરના ગંદા તેમજ દુર્ગંધ મારતા પાણી ભૂગર્ભ ગટરની કુંડીના ઢાંકણા વાટે બહાર રસ્તાઓ, શેરી, ગલી તેમજ રહેણાંક વિસ્તારમાં ફરી વળ્યાં છે. જેના લીધે રસ્તાઓ પર ગંદકીનું સામ્રાજ્ય જેવું જોવા મળે છે. આ ગંદા પાણીના કારણે આવનારા દિવસોમાં મોરબીમાં શહેરમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે.

એક તરફ કોરોના મહમારીની સમસ્યાથી મોરબીની પ્રજા પિસાઇ રહી છે. ત્યારે બીજી તરફ ભૂગર્ભ ગટરો ઉભરાવાની સમસ્યા છે. આ ગંદા પાણીના કારણે મોરબીમાં મચ્છરોનો ત્રાસ પણ વધ્યો છે. હાલમાં મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા યોગ્ય કામગીરી તો થઈ રહી છે પરંતુ સફાઈ માટે આધુનિક સાધનો ન હોવાથી તેમજ પૂરતા માણસો ના હોવાના કારણે પુરા મોરબી શહેરમાં પહોંચી વળવા સમક્ષ ન હોય તે માટે સરકારને વહેલી તકે ભૂગર્ભ ગટરના પ્રશ્નોમાંથી મુક્તિ માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માલધારી સેલના ઉપપ્રમુખ રમેશભાઈ રબારી દ્વારા ગુજરાત રાજ્યના શહેરી વિકાસ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text