કેન્દ્ર સરકારના નવા કૃષિ બિલના વિરોધમાં મોરબીમાં કોંગ્રેસ આજે વિરોધ પ્રદર્શન કરશે

- text


મોરબી જિલ્લા યુથ કોંગ્રેસ બિલ રદ કરવાની માંગ સાથ કલેક્ટરને આવેદનપત્ર આપશે

મોરબી : કેન્દ્ર સરકાર દ્વારા ગત રવિવારના રોજ કૃષિ સંશોધન એકટ સંસદના રાજયસભામાં રજૂ કર્યું હતું. જ્યા કોંગ્રેસ અને અન્ય વિપક્ષ પાર્ટીના ભારે વિરોધ અને ધમાલ વચ્ચે બહુમતિ સાથે પાસ કરાવી લીધું હતું. જો કે કોંગ્રેસ દ્વારા આ ખેડૂત વિરોધી ગણાવી દેશભરમાં વિરોધ કરી આ બિલ રદ કરવાની માગ કરી રહી છે. ત્યારે મોરબીમાં આજે જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા બિલના વિરોધમાં પ્રદર્શનનું આયોજન કર્યું છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજાની આગેવાનીમાં યુવા કોંગ્રેસ ટિમ દ્વારા સાંજે 4:45 કલાકે કલેક્ટરને આવેદનપત્ર આપવાની જાહેરાત કરાઈ છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text