અગાઉ કોરોના પોઝિટિવ આવેલ બોગસ ડોકટર સામે અંતે જન આરોગ્ય સાથે ચેડાં કરવાનો ગુનો નોંધાયો

- text


લોકડાઉન વખતે આ બોગર ડોકટર પોઝિટિવ હોવા છતાં પ્રેક્ટિસ ચાલુ રાખતા બેથી ત્રણ દર્દીઓ સંક્રમિત થયા હતા
પોલીસે મોડે મોડે બોગસ ડોકટરના કિલીનક પર દોરડો પાડીને દવા અને મેડિકલના જથ્થા સાથે ઝડપી લીધો

વાંકાનેર : વાંકાનેરમાં લોકડાઉન દરમ્યાન એક બોગસ ડોકટરની જન આરોગ્ય સાથે ચેડાં કરવાની ગંભીર બેદરકારી સામે આવી હતી. જેમાં આ બોગસ તબીબ કોરોના પોઝિટિવ થયા બાદ પણ મેડિકલ પ્રેક્ટિસ ચાલુ રાખતા બે થી ત્રણ દર્દીઓ કોરોનાથી સંકર્મીત થયા હતા. આ ગંભીર બેદરકારી બાદ હવે છેક વાંકાનેર પોલીસે આ બોગસ ડોકટર સામે જન આરોગ્ય સાથે ચેડાં કરવાનો ગુનો નોંધ્યો છે.

આ અંગેની વાંકાનેર સીટી પોલિસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેર સીટી પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે વાંકાનેર નવા બસસ્ટેન્ડ સામે આવેલ કલીનીકમાં દોરડો પડ્યો હતો. ત્યારે આ ક્લિનિક ચલાવતા હરેશભાઇ હિમતલાલ ભટ્ટ (ઉ.વ ૬૧) નામના વૃદ્ધ પોતાના કલીનીકમા કોઇપણ પ્રકારની મેડીકલ પ્રેકટીસ કરવા અંગેની ડીગ્રી વગર બીમાર દર્દીઓની સારવાર કરતા તેમજ વીલાયતી એલોપથી દવાઓનો જથ્થો રાખી કુલ કિ.રૂ ૭,૬૪૩.૬૯ ની વીલાયતી એલોપથી દવાઓ તથા મેડીકલ સાધનો રાખી મળી આવતા પોલીસે તેમની ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે આ બોગસ તબીબ લોકડાઉન દરમિયાન કોરોનાથી સંક્રમિત થયા હતા. અને વાંકાનેર શહેરમાં આવેલા ક્લિનિક અને સિધાવદર ગામે આવેલા તેમના ક્લિનિકમાં પણ જન આરોગ્ય જોખમાય તે રીતે પ્રેક્ટિસ ચાલુ રાખતા આ બોગસ ડૉક્ટરથી બેથી ત્રણ વ્યક્તિઓ કોરોનાથી સંક્રમિત થયા હતા. આ ગંભીર બેદરકારીનો જે તે વખતે જબરો ઉહાપોહ મચ્યો હતો. ત્યારે હવે છેક વાંકાનેર પોલીસે જાગીને આ બનાવની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text