મોરબીમાં પાંચ વર્ષની માસૂમ બાળા ઉપર હેવાનીયતભર્યું દુષ્કર્મ આચરનાર નરાધમ ઝબ્બે

- text


ગતરાત્રે મંદિરે પાસે રમતી બાળાને અંધારાનો લાભ ઉઠાવીને નજીકના સ્થળે લઈ જઈને નરાધમે માસૂમ બાળાને પીંખી નાખી
બાળકીની માતાનું ધ્યાન જતા નરાધમની પાપલીલાનો ભાંડો ફૂટ્યો, કોવિડ ટેસ્ટ કરાવ્યા બાદ આરોપીની વિધિવત ધરપકડ કરાશે

મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ગત રાત્રે મંદિર પાસે રણતી પાંચ વર્ષની માસૂમ બાળાની એકલતાનો લાભ લઇ પાડોશી શખ્સે મંદિર પાસે અવાવરું સ્થળે લઈ જઈને હેવાનીયતભર્યું દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ સામે આવ્યો હતો. આ બનાવની પગલે પોલીસે નરાધમ શખ્સને ઝડપી લીધો હતો. જો કે આરોપી નરાધમનો કોવિડ ટેસ્ટ કરાવ્યા બાદ તેની વિધિવત ધરપકડ કરાશે તેવું પોલીસે જણાવ્યું હતું. પાંચ વર્ષની પુત્રી જેવડી માસૂમ બાળકી પર કુકર્મ આચરનાર આ નરાધમ પર ચારેકોરથી ફિટકાર વરસી રહ્યો છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતી એક પરિવારની પાંચ વર્ષની માસૂમ પુત્રી ગઈકાલે રાત્રે આ વિસ્તારમાં મંદિરમાં પ્રસાદ લેવા ગઈ હતી અને મંદિર પાસે એકલી રમતી હતી. ત્યારે રાત્રીનો અંધકાર હોય કોઈની અવરજવર ન હોય એકલી રમતી બાળાનો હવસનો શિકાર બનાવવા આ વિસ્તારમાં જ રહેતો રવિ પરમસુખભાઈ બદેલ નામનો શખ્સ બાળાને લાલચ આપી આ વિસ્તારના નજીકના મંદિર પાસે લઈ જઈને હેવાનીયતભર્યું દુષ્કર્મ આચર્યું હતું. આ દરમ્યાન મંદિરેથી સમયસર પુત્રી ઘરે ન આવતા ચિંતિત થયેલી તેની માતાએ શોધખોળ કરવા નીકળી હતી. ત્યારે પુત્રીને શોધતા શોધતા તેની માતા ઘટનાસ્થળે આવી પહોંચતા નરાધમની પાપલીલાનો ભાંડો ફૂટ્યો હતો. આથી, આરોપી સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. આ બાળકીને ગંભીર હાલતમાં મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટની મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવી હતી.

- text

મોરબી શહેરમાં 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો બનાવ સામે આવતા નરાધમ પર નફરતની આંધી ઉઠી છે. આ બનાવની જાણ થતાં ડીવાયએસપી અને બી ડિવિઝન પીએસઆઇ સહિતની ટિમ દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. તેમજ આ બનાવ અંગે આજે માસૂમ બાળકીના પિતાએ ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે આરોપી નરાધમને ઝડપી લેવા તપાસ હાથ ધરી હતી. આ બનાવ અંગે ડીવાયએસપી રાધિકા ભરાઇએ જણાવ્યું હતું કે હાલ પોલીસે આરોપીને ઝડપી લીધો છે. પરંતુ કોવિડ ટેસ્ટ બાકી હોય આરોપીનો કોવિડ ટેસ્ટ કરાવ્યા બાદ તેની વિધિવત ધરપકડ કરવામાં આવશે. આ બનાવ અને પોલીસે વધુ સઘન તપાસ હાથ ધરી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text