મોરબી : જુના બસ સ્ટેન્ડ પાસેથી પિસ્તોલ-કાર્ટીઝ સાથે એક શખ્સને ઝડપી પાડતી મોરબી SOG

- text


મોરબી : એસઓજીને મળેલી પૂર્વ બાતમીને આધારે મોરબી જુના બસ સ્ટેન્ડ નજીક મચ્છીપીઠ પાસેથી એક શખ્સને પિસ્તોલ અને જીવતા કાર્ટીઝ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક આવેલી મચ્છીપીઠ પાસેથી 26 વર્ષીય ઇમરાન ઉર્ફે ચકલી રબીમભાઈ મોવરને 20 હજાર રૂપિયાની કિંમતની પિસ્તોલ અને 5 જીવતા કાર્ટીઝ કિંમત રૂ. 500 આમ કુલ રૂ.20500ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. મોરબી એસઓજીના સતિષભાઈ ગરચર અને સ્ટાફને મળેલી પૂર્વ બાતમીના આધારે ગત મોડી રાત્રે એકાદ વાગ્યાના અરસામાં મચ્છીપીઠ વિસ્તારમાં જ રહેતો ઉક્ત આરોપી જુના બસ સ્ટેન્ડ પાસેથી નીકળતા તેની અંગ જડતી દરમ્યાન 1 પિસ્તોલ અને 5 જીવતા કાર્ટીઝ મળી આવતા પોલીસે આર્મ્સ એક્ટ મુજબ ગુન્હો દાખલ કરી હથિયાર ક્યાંથી લાવ્યો હતો અને અડધી રાત્રે ઉક્ત હથિયાર સાથે લઈને નીકળવાનો ઉદ્દેશ શું હતો એ અંગે આરોપીની ઝીણવટભરી પૂછપરછ ચાલુ કરી છે. વધુ તપાસ એસઓજીના પી.આઈ. જે.એમ. આલ ચલાવી રહ્યા છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text