મોરબી : ઝેરી દવા પી લેતા યુવકનું મૃત્યુ

- text


મોરબી : મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા એક યુવકે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ મોરબીના વીસીપરાની પાછળ શાંતિવન સોસાયટીમાં રહેતા જીતેષભાઈ અમરશીભાઈ પરમાર (ઉ.વ. 32)એ અગમ્ય કારણોસર તેના ઘેર ઝેરી દવા પી લીધી હતી. જેથી, તેનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. હાલમાં પોલીસ યુવકના આપઘાત પાછળનું કારણ જાણવા વધુ તપાસ કરી રહી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text