ટોય્ઝ મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રે તક અપાય તો મોરબી દેશભરમાં પ્રથમ સ્થાન હાંસલ કરી શકે તેમ છે : જયસુખભાઇ પટેલ

દેશમાં ટોય્ઝ ઈન્ડસ્ટ્રીઝ માટે મોરબીને હબ તરીકે ડેવલપ કરવાની માંગ સાથે CMને ઓરેવા ગ્રુપની રજૂઆત

મોરબી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ‘આત્મનિર્ભર ભારત’ની અપીલ તથા ‘ટોયઝ ઈન્ડસ્ટ્રીઝ’ દેશમાં ડેવલપ કરી વિશ્વમાં આગવું સ્થાન ઉભુ કરવાના PMના ડ્રીમ પ્રોજેક્ટને અનુસંધાને મોરબી ખાતે આવેલ ક્લોક અને ઇલેક્ટ્રોનિક્સ ઈન્ડસ્ટ્રીના 350થી વધારે યુનીટો અને અંદાજે 35,000થી વધારે વર્ક ફોર્સને લઈને ટોયઝ ઈન્ડસ્ટ્રીઝ માટે મોરબીને હબ-કલસ્ટર ડેવલપ કરવા બાબતે મોરબી સ્થિત અજંતા-ઓરેવા ગ્રુપના માલિક અને અગ્રણી ઉદ્યોગપતિ જયસુખભાઈ પટેલે ક્લોક ઈન્ડસ્ટ્રીઝ વતી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિત રજૂઆત કરી છે.

આ લેખિત રજુઆતમાં જણાવાયું છે કે મોરબી ક્લોક ઈન્ડસ્ટ્રીઝ લાસ્ટ 50 વર્ષથી વોલ કલોક તથા ઈલેકટ્રોનીકસ પ્રોડકટ બનાવે છે. 350થી વધારે ઈન્ડસ્ટ્રીઝ અને 35,000થી વધારે સ્કીલડ વર્ક ફોર્સ સાથે 80% મહીલા કામદારો છે. અને પ્લાસ્ટીક, ઇલેક્ટ્રોનિક્સ, મીકેનીકલ, ઇલેક્ટ્રીકલ્સ પ્રોડકટમાં મોરબી આગવું સ્થાન ધરાવે છે. અને દર મહીને 15 મીલીયન PCS મેન્યુફેકચરીંગ કરવાની કેપેસીટી છે.

જેમાં પ્લાન્ટ, બીલ્ડીંગ, મશીનરી, ઈન્ફા., વર્ક ફોર્સ, મેન્યુફેકચરીંગ કોલેજ અને કોમ્પરેટીવ પ્રોડકશન કોસ્ટ, કોન્ટેટી કવોલીટી પ્રોડકટ તથા ચાઈનાને હરાવાની ક્ષમતા અને તાકાત મોરબી ધરાવે છે. ટોયઝ મેન્યુફેકચરીંગ માટે મોરબી એક ખુબ જ અગત્યનું અને મહત્વનું લોકેશન / હબ કલસ્ટર બની શકે તેમ છે. મોરબી ખાતે કલોક મેન્યુફેકચરર્સ એલાઈન્સ ટોયઝ મેન્યુફેકચરીંગમાં ‘મેક ઈન મોરબી’ના સ્લોગન સાથે સંગઠીત થઈને મોરબી ટોયઝ મેન્યુ હબ બનાવા માટે તૈયાર છે.

સરકાર તરફથી જો યોગ્ય સાથ સહકાર મળે તો મોરબી ટોયઝ મેન્યુફેકચરીંગ ફીલ્ડમાં દેશમાં નં.1નું સ્થાન હાંસિલ કરી શકે તેમ છે. ગુજરાત સરકાર તરફથી જે સ્મોલ-મીડીયમ એન્ટરપ્રાઈઝ માટે નવી ઈન્ડસ્ટ્રીઝ પોલીસી-2020 જાહેર કરવામાં આવેલા છે. તેમાં ‘મોરબી કલોક મેન્યુફેચરીંગ એલાઈન્સ’ના તમામ મેમર્બ્સને આ બેનીફીટમાં સમાવેશ કરવામાં આવે તો મોરબી બહુ જ ઓછા સમયમાં ‘ટોયઝ હબ’ બની શકે તેમ છે.

હાલના સંજોગોમાં વેપાર ધંધા ચાઈના અને કરોનાના કારણે બહુ જ ઓછા છે. 50%થી ઓછી કેપેસીટીથી ઈન્ડસ્ટ્રીઝ ચાલે છે. બીઝનેસ પણ સાવ ઠંડા છે. પ્રોફીટ માર્જીન બહુ જ ઓછા અને ઓવર હેડ વધારે છે. હાલ ટકી રહેવું પણ ખુબ જ મુશ્કેલ છે. આવા સંજોગોમાં ઈન્ડસ્ટ્રીઝવાળા નવી કંપની કે નવું રોકાણ કરી શકે તેમ નથી. આવા કપરા સંજોગોમાં જો એકઝિસ્ટિંગ યુનીટ કે કંપનીમાં બેનીફીટ આપવામાં આવે તો ટોયઝ પ્રોડકટ ડેવલપ કરવા માટે જે નવું રોકાણ થાય તે કરવા ઈન્ડસ્ટ્રીઝ તૈયાર છે.

મોરબી કલોક ઈન્ડસ્ટ્રીઝની હાલત મરણ પથારી જેવી છે. આવા સંજોગોમાં સરકાર તરફથી યોગ્ય સહકાર મળે તેવી અપેક્ષાઓ છે. આ બાબત જો આપને યોગ્ય લાગે તો ક્લોક ઇન્ડસ્ટ્રીઝનું પ્રતિનીધી મંડળ મુખ્યમંત્રીને પર્સનલી મળવા માટે પણ તૈયાર છે. ત્યારે ગુજરાત સરકાર તરફથી જરૂર યોગ્ય કરવામાં આવશે, તેવી આશા અને વિશ્વાસ જયસુખભાઇ પટેલે વ્યક્ત કર્યો છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate