મોરબી : કોચીંગ ક્લાસીસ ચાલુ કરવા તથા આર્થિક પેકેજની માંગ સાથે કલેક્ટરને આવેદન

- text


મોરબી એકેડેમિક એસોસીએશન દ્વારા આવેદનપત્ર અપાયું

મોરબી : વર્તમાન પરિસ્થિતિમાં છેલ્લા ઘણા સમયથી બંધ રહેલા કોચીંગ ક્લાસના સંચાલકો હાલ અનેક પ્રકારની તકલીફોનો સામનો કરી રહ્યા છે. અંદાજે 6 મહિનાથી આવક સદંતર બંધ છે. જેથી આર્થિક સંકટ ઉભુ થયું છે. અનેક પરિવારો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

ત્યારે સરકાર દ્વારા સલામતીના નિયમોની સાથે સંચાલકોને વિધાર્થીઓના નાના ગૃપમાં વ્યવસાય શરુ કરવાની પરવાનગી આપવામાં આવે તે અત્યંત જરૂરી છે. જેથી, સંચાલકો સાથે જોડાયેલા અન્ય પરિવારો પણ પોતાની આજીવિકા ટકાવી શકે. સાથોસાથ વિધાર્થીઓને પણ ઓનલાઈન એજ્યુકેશનમાં પડતી મુશ્કેલીઓને નિવારી શકાય.

- text

આ ઉપરાંત, સંચાલકોની વર્તમાન આર્થિક સ્થિતિ અત્યંત ખરાબ હોય તે માટે વિશેષ આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે તેવી પણ માંગણી સાથે મોરબી એકેડેમિક એસોસીએશન દ્વારા આજે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમા પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદી, મહામંત્રી જશવંતભાઈ મીરાણી, ઉપપ્રમુખ પ્રમોદસિંહ રાણા, પરિમલભાઈ ઠક્કર, અનિલભાઈ પરમાર, અલ્પેશભાઈ ગાંધી, ગુંજનભાઈ જોબનપુત્રા, જસવંતસિંહ ઝાલા, કલ્પેશભાઈ પુજારા સહિતના આગેવાનો સહિતના અનેક સંચાલકોએ ઉપસ્થિત રહી પોતાની લાગણી અને માંગણી વ્યક્ત કરી હતી.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text