રણમલપુરમાં દિવસે પાકમાં દવા છાંટ્યા બાદ રાત્રે ઉલ્ટી થઈ, સારવાર દરમિયાન મજૂરનું મોત

- text


હળવદ : હળવદ તાલકાના રણમલપુર ગામમાં રહેતા યુવકને દિવસે સરગવાના પાકમાં દવા છાંટ્યા બાદ રાત્રે ઉલ્ટી થઈ હતી. બાદમાં સારવાર દરમિયાન મજૂરનું મોત થયું હતું. આ બનાવ અંગે હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

ગઈકાલે તા. 20ના રોજ રણમલપુર ગામમાં રહેતા ધર્મેશભાઈ દિનેશભાઈ ચિમનભાઈ નાયક (મુળ રહે. પાલસડા, તા.જી. છોટાઉદેપુર) દેવકરણભાઈ ગોકળભાઈની વાડીએ સરગવાનુ વાવેતર કરેલ હોય, જેમા દવાનો છટકાવ કરતો હતો. તેણે આખો દિવસ દવા છાંટેલ અને રાત્રીના અચાનક ઉલ્ટી કરવા લાગેલ હતો. આથી, તેને પ્રાથમિક સારવાર વાઘગઢ ગામે પ્રાઈવેટ દવાખાને આપવામાં આવી હતી. બાદમાં વધુ સારવાર માટે ધ્રાંગધ્રાના સરકારી દવાખાને લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text