મોરબીમાં પાંચ વર્ષની માસૂમ બાળા ઉપર હેવાનીયતભર્યું દુષ્કર્મ, નરાધમ પર ફિટકાર

- text


આ બનાવની જણ થતા ડીવાયએસપી અને બી ડિવિઝન પીએસઆઇ સહિતની ટિમ દોડી જઈને તપાસ હાથ ધરી

મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતી પાંચ વર્ષની માસૂમ બાળાની એકલતાનો લાભ લઇ પાડોશી શખ્સે મંદિર પાસે અવાવરું સ્થળે લઈ જઈને હેવાનીયતભર્યું દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. પાંચ વર્ષની પુત્રી જેવડી માસૂમ બાળકી પર કુકર્મ આચરનાર આ નરાધમ પર ચારેકોરથી ફિટકાર વરસી રહ્યો છે. આ બનાવની જણ થતા ડીવાયએસપી અને બી ડિવિઝન પીએસઆઇ સહિતની ટિમ દોડી જઈને તપાસ હાથ ધરી છે.

આ બનાવની મોરબી બી ડિવિજન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતી એક પરિવારની પાંચ વર્ષની માસૂમ પુત્રી ગઈકાલે ઘરે એકલી હતી. ત્યારે પાડોશમાં રહેતા રવિ પરમસુખભાઈ બદેલ નામના શખ્સે આ પુત્રી જેવડી માસૂમ બાળકી પર નજર બગાડીને તેને આ વિસ્તારના નજીકના મંદિર પાસે લઈ જઈને હેવાનીયતભર્યું દુષ્કર્મ આચર્યું હતું. આથી, મોરબી શહેરમાં 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો બનાવ સામે આવતા નરાધમ પર નફરતની આંધી ઉઠી છે.

- text

આ બનાવની જાણ થતાં ડીવાયએસપી અને બી ડિવિઝન પીએસઆઇ સહિતની ટિમ દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. તેમજ મોરબી બાદ વધુ સારવાર માટે બાળકીને રાજકોટ મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવી છે. આ બનાવ અંગે આજે માસૂમ બાળકીના પિતાએ ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે આરોપી નરાધમને ઝડપી લેવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text