મોરબીમાં પતિ અને સાસરિયાના ત્રાસથી કંટાળીને પરિણીતાનો એસીડ પીને આપઘાતનો પ્રયાસ

- text


પરિણીતાએ તેના પતિ અને સાસરિયા સામે ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી

મોરબી : મોરબીમાં પતિ અને સાસરિયાના ત્રાસથી કંટાળીને પરિણીતાનો એસીડ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં પરિણીતાએ તેના પતિ અને સાસરિયા સામે ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે. મહિલા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની મોરબીના મહિલા પોલિસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર હાલ મોરબીના મકનસરના પ્રેમજીનગરમાં માવતરના ઘરે રહેતી કિરણબેન પ્રવિણભાઇ ચૌહાણ (ઉ.વ.૨૩) નામની પરિણીતાએ તેના પતિ પ્રવિણભાઇ હેમરાજભાઇ ચૌહાણ, હેમરાજભાઇ ચૌહાણ (સસરા), ગંગાબેન હેમરાજભાઇ ચૌહાણ (સાસુ), શિતલબેન હેમરાજભાઇ ચૌહાણ (નંણદ), મનિષાબેન હેમરાજભાઇ ચૌહાણ (નંણદ) (રહે બધા-રોહીદાસ પરા સરકારી સ્કુલની બાજુમાં) સામે ફરિયાદ નોંધાવી હતી કે તા-૧૯ ના રોજ આરોપીઓએ ફરીયાદી બેનને માવતરના ઘરેથી પૈસા લઇ આવવા બાબતે ઝઘડો કરી ગાળો આપી ઢીકાપાટુનો મારમારી માનસિક ત્રાસ આપતા હતા. જેના કારણે લાગી આવતા ફરીયાદી બેને પોતાની મેળે ફીનાઇલના ટીકડા તેમજ એસિડ પી જઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હોસ્પિટલમાં સારવાર લીધા બાદ પરિણીતા સ્વસ્થ થતા આ બનાવની ફરિયાદ નોંધાવી હતી.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text