મોરબીના આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા ગાંધી જયંતિ નિમિતે વક્તૃત્વ-ચિત્ર સ્પર્ધાનું આયોજન

- text


કેટેગરીવાઇઝ દરેક લોકો ઘરબેઠા આ બન્ને સ્પર્ધામાં ભાગ લઈ શકે તેવું અનેરું આયોજન

મોરબી : ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજરાત સરકાર) ગાંધીનગરના માન્યતા ધરાવતા આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા આગામી 2 જી ઑકટોબર એટલે મહાત્મા ગાંધી જયંતિનાં અનુસંધાને “ગાંધીજી અને પર્યાવરણ” વિષયક કેટેગરી મુજબ વક્તૃત્વ સ્પર્ધા તેમજ ચિત્ર -સ્લોગન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

વર્તમાન કૉરોનાની મહામારી અને પર્યાવરણને અનુરૂપ કેટેગરી મુજબ “વક્તૃત્વ સ્પર્ધા” અને કેટેગરી મુજબ “ચિત્ર- સ્લોગન” સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્પર્ધકો બન્ને સ્પર્ધાઓમાં કે ગમે તે એકમાં ભાગ લઈ શકશે. વક્તૃત્વ સ્પર્ધામાં ઘરેબેઠાં કેટેગરી મુજબ ભાગ લઈ વિડીયો ફિલ્મ બનાવી 98249 12230, 87801 27202 અથવા 97279 86386 વૉટસએપ પર મોકલી આપવાના રહેશે.

ચિત્ર સ્પર્ધામાં કેટેગરી મુજબની સાઈઝનાં કોરાં કાગળમાં આપેલ સ્લોગનને અનુરૂપ સુંદર કલરથી ચિત્ર દોરી નીચે સુંદર અક્ષરોમાં કેટેગરી મુજબ સ્લોગન લખી સૌથી નીચે નામ લખી ફોટો પાડીને 98249 12230, 87801 27202, 97279 86386 વૉટ્સેપ નંબર પર મોકલી આપવના રહેશે. વકતૃત્વ અને ચિત્ર સ્પર્ધાની કેટેગરી નીચે મુજબ રહેશે.

(કેટેગરી-1) (ધોરણ K.G., 1 & 2) વક્તૃત્વ વિષય:-“તમારાં ઘર-આંગણાં ને સ્વચ્છ રાખવાં શું મદ્દદ કરો છો ?”ચિત્ર સ્પર્ધા સુત્ર : સ્વચ્છતા ત્યાં પ્રભુતા “ચિત્ર સાઈઝ” કોરા કાગળમાં

- text

(કેટેગરી-2) (ધોરણ 3,4,& 5 )”
વક્તૃત્વ વિષય :-“સ્વચ્છતાં અભિયાન માં મારૂં યોગદાન”
“ચિત્ર સ્પર્ધા સૂત્ર:-” સ્વચ્છ શાળા -સ્વચ્છ ગામ ” ફુલ સાઈઝ કાગળ

(કેટેગરી-3) (ધોરણ 6,7 & 8 )
વક્તૃત્વ વિષય :-“આવો વૃક્ષો ઉછેરી ને પ્રદુષણ મુક્ત જીવન જીવીએ..” (150 થી 200 શબ્દો) ચિત્ર સ્પર્ધા સૂત્ર:- “તન સ્વચ્છ -મન સ્વચ્છ” ફુલ સાઈઝ કાગળ

કેટેગરી -4 (ધો:-9 થી 12)
વક્તૃત્વ વિષય:-“આજે પર્યાવરણનું જતન કરીશું તો આવતીકાલે પર્યાવરણ આપણું જતન કરશે” – મારાં વિચાર (200 થી 250 શબ્દો માં) ચિત્ર સ્પર્ધા સુત્ર:- “સૌ નો સાથ ગંદકીનો નાશ ” ફુલ સાઈઝ કાગળમાં

(કેટેગરી-5) (કૉલેજ નાં વિદ્યાર્થીઓ, શિક્ષકમિત્રો,તજજ્ઞો તથા વાલીઓ ) વક્તૃત્વ વિષય :- “પર્યાવરણ ની સુરક્ષા માટે સજ્જ થઈશું તો આપણું ભવિષ્ય સો ટકા સુરક્ષિત રહેશે”- મારાં વિચારો..(250થી300 શબ્દો) ચિત્ર સ્પર્ધા સૂત્ર :- “સ્વચ્છતાં લાવો ગંદકી ને ભગાડો (1.5 થી 2 ફુટ સાઈઝ)

ચિત્ર સ્પર્ધામાં ભાગ લેતાં બધાં જ સ્પર્ધકોએ પોતે દોરેલાં ચિત્રનો ફૉટો પાડી નીચે આપેલ ગમે તે એક વૉટસપ પર મોકલી આપવાના અને તેને રૂબરુ આવો ત્યારે “આર્યભટ્ટ “લોક વિજ્ઞાન કેન્દ્ર ,ધી વી.સી. ટેક. હાઈસ્કૂલ મોરબી રુમ નં. 202 ખાતે રજુ કરવાંનાં રહેશે. બધાં જ સ્પર્ધકોને પ્રમાણપત્રો તથા શ્રેષ્ઠ ચિત્ર તરીકે પસંદ થયેલ ચિત્રો ને પ્રમાણપત્રો સાથે સિલ્ડ આપવામાં આવશે. એન્ટ્રી છેલ્લી તારીખ 2/ 10/ 2020 રાત નાં 9=00 કલાક સુધીની રહેશે, તેમ આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્રના એલ.એમ ભટ્ટ અને દીપેન ભટ્ટે યાદીમાં જણાવ્યુ છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text