કલ્યાણપરથી લતીપર રોડ તરફ જતા કાચા રસ્તે વ્હિસ્કીની 57 બોટલો ભરેલ કાર ઝડપાઇ

- text


કિ.રૂ. 22,800નો વિદેશી દારૂ જપ્ત

ટંકારા : ટંકારા તાલુકામાં કલ્યાણપરથી લતીપર રોડ તરફ જતા કાચા રસ્તે વ્હિસ્કીની 57 બોટલો ભરેલ કાર ઝડપાઇ છે. આ બનાવમાં ટંકારા પોલીસ સ્ટેશનમાં બે શખ્સો સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધાયો છે.

કલ્યાણપર ગામથી ટંકારા-લતીપર રોડ પર જતા કાચા રસ્તા પર હાર્દિક પ્રવિણભાઇ બરાસરા (ઉ.વ. 23, ઘંઘો મજુરી, રહે. હાલ મોરબી, મુળ રહે. કુંતાશી તા. માળીયા) સ્વીફ્ટ ડીઝાયર ગાડી રજી.નં. જી.જે.૧૮.એ.એક્સ.૫૩૯૧મા ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇગ્લીંશ દારૂ વ્હિસ્કીની બોટલો નંગ 57 (કિ.રૂ. 22,800) સાથે પકડાયો હતો. આ વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવાના ઇરાદે રામદેવસિંહ ઝાલા (રહે. નાના રામપર ગામ) પાસેથી લીધો હતો. પોલીસે વિદેશી દારૂનો જથ્થો તથા કાર મળી કુલ રૂ. 1,02,800નો મુદામાલ કબ્જે કર્યો છે. તેમજ આરોપી હાર્દિક સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. અને આરોપી રામદેવસિંહને પકડવા તજવીજ હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text