માળીયા નેશનલ હાઈ-વે પર વિદેશી દારૂની 70 બોટલો ભરેલ કાર ઝડપાઇ

- text


બે શખ્સો સામે ગુનો નોંધાયો

માળીયા (મી.) : માળીયા નેશનલ હાઈ-વે પર વિદેશી દારૂની 70 બોટલો ભરેલ કાર ઝડપાઇ છે. આ બનાવમાં માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનમાં બે શખ્સો સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધાયો છે.

ગઈકાલે તા. 21ના રોજ માળીયા નેશનલ હાઈ-વે રોડ પર આવેલ હોનેસ્ટ હોટલ પાસે ચેક પોસ્ટ પર ઇક્કો ગાડી નં જી-જે-૩૬-એલ-૮૬૭૨ મા ગે.કા. પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટનો વિદેશી દારૂની ૭૫૦ મી.લી.ની બોટલ નંગ 70 (કિ.રૂ. 21,000) વેચાણ કરવાના ઇરાદે હેરાફેરી કરતા રૂષીરાજસિંહ પ્રધ્યુમનસિંહ પરમાર (ઉ.વ. 19, ધંધો મજુરી, રહે. મોરબી, મુળ રહે વવાણીયા, તા. માળીયા) તથા બિલાલભાઇ હુશેનભાઇ કચ્ચા (ઉ.વ. 23, ધંધો મજુરી, રહે મીયાણાવાસ, વવાણીયા)ને પકડી પાડવામાં આવ્યા છે. તેમજ પોલીસે વિદેશી દારૂનો જથ્થો, કાર અને બે મોબાઈલ મળી કુલ રૂ. 1,77,000નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text