રામગઢ-કોયલી ગામ નજીક બે બાઈક વચ્ચે અકસ્માતમાં એક બાઈકચાલકનું સારવાર દરમિયાન મોત

- text


મોરબી : રામગઢ-કોયલી ગામ નજીક બે બાઈક વચ્ચે અકસ્માતમાં એક બાઈકચાલકનું મોત નીપજ્યું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

ગઈકાલે તા. 21ના રોજ રામગઢ-કોયલી ગામ પહેલા બેઠા કોઝ-વે પાસે સ્પ્લેન્ડર નં .GJ-03-BL-4361ના ચાલક સાહિલ ભગવાનજીભાઇ જીલરીયા (રહે. ક્રૃષ્ણનગર (કોયલી) એ પ્રવિણભાઇ હિરાભાઇ ડગાયા (ઉ.વ. 45) હોન્ડા બાઈક નં. GJ-10-A-8569 સાથે અકસ્માત સર્જ્યો હતો. આથી, પ્રવિણભાઇને ગંભીર ઇજા પહોંચી હતી. અને તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ બનાવમાં પોલીસે આરોપી સાહિલભાઈને પકડવા તજવીજ હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text