મોરબી જિલ્લામાંથી કોવિડ-૧૯ની ગાઈડલાઇન્સનું ઉલ્લંઘન કરતા 9 રીક્ષા તથા 1 બોલેરો કાર ડિટેઇન કરાઈ

- text


મોરબી : કોવિડ-૧૯ મહામારી અંતર્ગત જાહેર કરેલી ગાઈડલાઇન્સનું ઉલ્લંઘન કરતા મોરબી જિલ્લામાંથી સોમવારે દિવસ દરમ્યાન કુલ 9 ઓટો રીક્ષા અને 1 બોલેરો કાર ડિટેઇન કરી ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે પાંચ પેસેન્જર બેસાડીને નીકળતા 1 સીએનજી રીક્ષા ચાલક સામે તથા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રવિરાજ ચોકડી પાસે બોલેરો ગાડીમાં આઠ મુસાફરો બેસાડીને નીકળતા બોલેરો ચાલક સામે ગુન્હો નોંધી વાહન ડિટેઇન કરાયું હતું.

- text

વાંકાનેર તાલુકા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તાર ઢૂંવા ચોકડી પાસે સીએનજી રીક્ષા પુરપાટ ઝડપે ચલાવતા ત્રણ રિક્ષાચાલકો સામે તથા ઢૂંવા ચોકડી પાસે જ પાંચ પેસેન્જરો બેસાડીને નીકળતા સીએનજી રીક્ષા ચાલક સામે તથા ઢૂંવા ચોકડી પાસેથી જ ટ્રાફિકને અડચણ થાય તે રીતે સીએનજી રીક્ષા ઉભી રાખતા બે રિક્ષા ચાલક સામે કોવિડ ૧૯ અંતર્ગત જાહેર થયેલી માર્ગદર્શીતાનું ઉલ્લંધન કરવા બદલ ગુન્હો નોંધી ઉક્ત તમામ રિક્ષાઓ ડિટેઇન કરી હતી.

હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારના બસ સ્ટેન્ડ ત્રણ રસ્તા પાસેથી ચારથી વધુ પેસેન્જરો બેસાડીને નીકળતા સીએનજી રીક્ષા ચાલક સામે ગુન્હો નોંધી રીક્ષા ડિટેઇન કરી હતી. આ ઉપરાંત હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ હરી દર્શન હોટલ સામે પુરપાટ વેગે રિક્ષા ચલાવતા એક ચાલક સામે ગુન્હો નોંધી રીક્ષા ડિટેઇન કરી હતી.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text