અપહરણનો ભોગ બનનાર હળવદની સગીરાને શોધી કાઢતી પોલીસ

- text


મોરબી : મોરબી નાયબ પોલીસ અધિક્ષક, મોરબી વિભાગની ટીમ દ્વારા હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અપહરણનો ભોગ બનનાર 15 વર્ષની સગીરાને ગણતરીના દિવસોમાં શોધી કાઢવામાં આવી છે.

ગત તા. 9ના રોજ હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ કેસમાં ભોગ બનનાર સગીરા ગઇકાલે તા. 20ના રોજ દેવળીયા ચોકડી ખાતે હોવાની પોલીસને જાણ થઈ હતી. આ જગ્યાએ પોલીસે તપાસ કરતા સગીરા મળી આવી હતી. પોલીસે તેના વાલી વારસને સાથે રાખી તેઓને હળવદ પોલીસ સ્ટેશનમાં સોંપી હતી. આમ, ગણતરીના દિવસોમાં 15 વર્ષની સગીરાને શોધવામાં નાયબ પોલીસ અધિક્ષક, મોરબી વિભાગની ટીમને સફળતા મળી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text