કોરોનાગ્રસ્ત માળીયા પાલિકાના મહિલા કાઉન્સિલરનું સારવાર દરમિયાન મોત

- text


માળીયા : મોરબી જિલ્લામાં વધી રહેલા કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા સાથે સાથે મોતની સંખ્યા પણ વધી રહી છે. રવિવારે માળિયા પાલિકાના મહિલા કાઉન્સિલરનું કોરોનાથી મોત નિપજ્યું હતું.

મોરબી જિલ્લામાં કોરોનાંના કેસ દિનપ્રતિદિન વધી રહ્યા છે. મોરબી જિલ્લાનું આરોગ્ય તંત્ર ભલે ઢાક પીછોડો કરતું હોય પણ કોરોનાના પોઝિટિવ દર્દીઓની સાથે સાથે પોઝિટિવ દર્દીઓની મોતની સંખ્યાનો ગ્રાફ પણ ઉચકાયો છે. એક આરોગ્ય વિભાગના કર્મચારીનું કોરોનાથી મોત થયુ હતું. બીજી તરફ આ જ દિવસે માળીયા મિયાણા પાલિકા વોર્ડ 2ના કાઉન્સિલર હલીમાંબેન ઈકબાલભાઈ જેડાનું પણ કોરોના પોઝીટીવ આવ્યા બાદ મોત થયું હતું. હલીમાંબેન ગત ચૂંટણીમાં બિનહરીફ ચૂંટાયા હતા. જૉકે કોરોના સામેની જંગ હારી જતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text