વાંકાનેરના અગાભી પીપળીયા ગામે ઝેરી દવા પી લેનાર મહિલાનું સારવાર દરમ્યાન મોત

- text


વાંકાનેર : વાંકાનેરના અગાભી પીપળીયા ગામે ઝેરી દવા પી લેનાર મહિલાનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.

આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેરના અગાભી પીપળીયા ગામની સીમમાં આવેલ વાડીમાં રહેતી લીલાબેન રાજુભાઇ આદિવાસી (ઉ.વ.૫૨) નામની મહિલા ગઈકાલે તા.૧૯ ના રોજ કોઇ કારણોસર ઝેરી દવા પી જતા તેણીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં આ મહિલાનું ટૂંકી સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. વાંકાનેર પોલીસે આ બનાવની નોંધ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text