મીતાણા ગામના ડેમની પાસેના પ્લાન્ટના રૂમમાંથી ચાર મોબાઇલની ચોરીની ફરિયાદ

- text


ટંકારા : ટંકારાના મીતાણા ગામના ડેમની પાસેના પ્લાન્ટના રૂમમાંથી ચાર મોબાઇલની ચોરીની ફરિયાદ નોંધાઇ છે. આ બનાવ અંગે મીતાણા ગામના ડેમની પાસે KMC પ્લાન્ટમાં સીવીલ એન્જીનીયર તરીકે ફરજ બજાવતા વિજેશભાઇ પરસોતમભાઇ માલસતર (ઉ.વ.૨૫) એ ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે અજાણ્યા શખ્સો તેમના પ્લાન્ટના રૂમમાંથી ચાર મોબાઈલની ચોરી કરી ગયા હતા.

- text

ટંકારા પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગત તા- ૨૩ ઓગસ્ટના રોજ મિતાણા ગામના ડેમની પાસે આવેલ MKC પ્લાન્ટના રૂમમાં અજાણ્યા ચોર ઈસમો ત્રાટકયા હતા. ફરીયાદી તથા સાહેદ તેના પ્લાન્ટના રૂમની બહાર રાત્રીના સુતા હોય, તે વખતે કોઇ અજાણ્યો ચોર ઇસમ આવી ફરીયાદીના આઇ ફોન એકસ.એસ મોબાઇલ કિ.રૂ. ૪૫.૦૦૦ તથા એપલ આઇ.ફોન-૭ પ્લસ કિ.રૂ. ૪૦.૦૦૦ તેમજ આ સાહેદોના વીવો કંપનીનો મોબાઈલ કિ.રૂ.૫૦૦૦/ તથા રીયલમી કંપનીનો મોબાઈલ કિ.રૂ. ૪૦૦૦ મળીને અલગ અલગ કંપનીના ચાર મોબાઇલ કુલ કિ.રૂ. ૯૪,૦૦૦ ની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. આ બનાવની તેમણે ગઈકાલે ફરિયાદ નોંધાતા ટંકારા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..

નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..

https://t.me/morbiupdate

- text