મોરબી જિલ્લામાં વધુ પેસેન્જર અને ટ્રાફિક નિયમો તોડવા બદલ રીક્ષા સહિત વાહનો સામે કાર્યવાહી

- text


મોરબી : પાછલા ઘણા દિવસોથી મોરબી જિલ્લામાં ઓટો રીક્ષા ચાલકો સહિત અન્ય વાહન ચાલકો સામે નિયમોનું ઉલ્લંધ રોકવા બાબતે ડ્રાઈવ ચાલી રહી છે. જેમાં ખાસ કરીને ઓટો રીક્ષા ચાલકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરીને વધુ પેસેન્જર બેસાડવા બાબતે, પુરપાટ ઝડપે રીક્ષા ચલાવવા તેમજ રોંગ સાઈડમાં વાહન ચલાવતા ચાલકો સામે અને ટ્રિપલ સવારી બાઇક ચાલકો સામે કડક કાર્યવાહી કરી વાહનો ડિટેઇન કરી દંડ ફટકારવામાં આવી રહ્યો છે. ગુરુવારે દિવસ દરમ્યાન જિલ્લામાંથી આવા જ કેટલાક વાહન ચાલકો પોલીસ ડ્રાઈવમાં નજરે ચડી જતા દંડાયા હતા.

મોરબી તાલુકા પોલીસ સ્ટે. હદમાં આવતા ટીંબડી પાટિયા પાસેથી સીએનજી રીક્ષામાં 7 પેસેન્જર બેસાડી નીકળતા કલમ 188 હેઠળ, મોરબી-વાંકાનેર હાઇવે પર રફાળેશ્વર ગામ નજીક, ખોડિયાર મંદિર સામેના રોડ પર પુરપાટ ઝડપે રીક્ષા ચલાવતા 2 રીક્ષા ચાલકો સામે જ્યારે રફાળેશ્વર ગામ નજીક 1 રીક્ષા ચાલક સામે, 1 આઈશર ચાલક સામે રોંગ સાઈડમાં વાહન ચલાવવા બદલ, 1 છોટા હાથીના ચાલક સામે આઇપીસી કલમ 279, મોટર વ્હિકલ એક્ટની કલમ 177, 184, 119 મુજબ ગુન્હો નોંધી ઉક્ત વાહનો ઝપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

મોરબી સીટી. બી. ડીવી. પોલીસ સ્ટે. વિસ્તારમાં મહેન્દ્રનગર ચોકડી પાસેથી ટ્રિપલ સવારીમાં નીકળેલા બાઇક ચાલક સામે, એ.ડીવી.પો.સ્ટે. વિસ્તારમાં સબ જેલ પાસેથી 5 પેસેન્જર બેસાડી નીકળેલા રીક્ષા ચાલક સામે, જેલ રોડ પર જે. કે. હોટલ પાસેથી રોંગ સાઈડમાં પુરપાટ વેગે નીકળેલા રીક્ષા ચાલક સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી ઉક્ત વાહનો ડિટેઇન કર્યા હતા.

જ્યારે માળીયા મી.માં નવી મચ્છી પીઠ પાસેથી એક ટાટા 407ના ચાલક સામે પુરપાટ ઝડપે લોકોની જિંદગી જોખમાય એ રીતે ચલાવતા ipcની કલમ 279 તથા મોટર વ્હિકલ એકટની કલમ 177, 184 મુજબ કાર્યવાહી કરી ઉક્ત વાહન ડિટેઇન કર્યું હતું.

વાંકાનેર તાલુકામાં ઢૂંવા ચોકડી પાસેથી 1 સીએનજી રીક્ષા ઓવર સ્પીડમાં ચલાવવા બદલ 1 ચાલક સામે તો, 4 પેસેન્જર બેસાડીને નીકળતા 1 રીક્ષા ચાલક સામે ગુન્હો નોંધી રીક્ષા ડિટેઇન કરી હતી. વાંકાનેર સીટી પોલીસ સ્ટે.ની હદમાં જીનપરા જકાતનાકા પાસેથી ટ્રિપલ સવારી બાઇક ચાલક સામે, વાંઢા લીંબડા ચોક નજીકથી પુરપાટ વેગે નીકળેલા બાઇક ચાલક સામે ગુન્હો નોંધી વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા.

એ જ રીતે હળવદ પોલીસ સ્ટે. વિસ્તારમાંથી ટિકર ત્રણ રસ્તા પાસેથી 4 પેસેન્જર બેસાડેલા સીએનજી રીક્ષા ચાલક સામે સોશિયલ ડિસ્ટન્સના નિયમનો ભંગ કરવા બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રીક્ષા ડિટેઇન કરી હતી.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..

નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text