મોરબી : માસિક રૂ. 3000ના પેન્શનનો લાભ લેવા ઇચ્છુક નિવૃત્ત રમતવીરો તા. 30 સુધી અરજી કરી શકશે

- text


મોરબી : રાજય સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા નિવૃત રમતવીરોને રમતગમત ક્ષેત્રે નોંધપાત્ર ફાળો આપ્યો હોય તેવા નિવૃત્ત રમતવીરોને પેન્શન આપવાની યોજના અમલમાં છે. આ યોજના અન્વયે ગુજરાતના વતની હોય અને ૫૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા નિવૃત્ત રમતવીરો પેન્શન મેળવવા માટે અરજી કરી શકશે.

પોતાની કારકિર્દી દરમ્યાન રમતગમત ક્ષેત્રે રાષ્ટ્રકક્ષાએ વ્યક્તિગત કે સાંઘીક (ટીમ) રમતમાં ગોલ્ડ, સિલ્વર કે બ્રોન્ઝ મેળવેલ હોય કે રાજ્ય તરફથી નેશનલ માટે મોકલાયેલ તે ટીમના સભ્ય હોય તેવા રમતવીરને પાત્ર ગણવામાં આવશે. પાત્રતા ધરાવતા રમતવીરની આવકની કોઈ મર્યાદા વગર માસિક રૂ.૩,૦૦૦ ની રકમ ચુકવવામાં આવશે.

- text

આ યોજના હેઠળ પેન્શન મેળવવા ઈચ્છતા મોરબી જિલ્લાના નિવૃત્ત રમતવીરોએ નિયત નમૂનાનું અરજી ફોર્મ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, રૂમ નં.૨૫૭, બીજો માળ, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી ખાતેથી મેળવી સંપૂર્ણ વિગત સાથે બે નકલમાં તા.૩૦/૦૯/૨૦૨૦ સુધી અત્રેની કચેરી ખાતે મોકલી આપવા જિલ્લા રમતગમત અધિકારી પ્રવિણા પાંડાવદરાએ જણાવ્યુ હતું.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..

નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text