ટંકારા : સાવડી ગામે હડકાયા શ્વાને પાંચને બચકા ભરતા ગામમાં ભયનો માહોલ

ટંકારા : તાલુકાના સાવડી ગામે પાછલા ઘણા દિવસોથી શેરીઓમાં રખડતા શ્વાનોનો આતંક ફેલાયો છે. સાવડીમાં એક શ્વાનને હડકવા ઉપડતા લોકોની પાછળ દોડીને બચકા ભરી લેતો હોવાનો બનાવ સામે આવ્યો છે.

ટંકારાના સાવડી ગામે રખડતા શેરી શ્વાનોને લઈને લોકો પરેશાન થઈ રહ્યા હતા ત્યારે તે જ ગામમાં એક શ્વાનને હડકવા ઉપડતા ગામના પાંચ ગ્રામજનોને શ્વાને બચકા ભરી લેતા ગ્રામીણોમાં રીતસર ભયનો માહોલ છવાયો છે. ગામના 50 વર્ષીય જીવનભાઈ વશરામભાઇ, 80 વર્ષીય વૃદ્ધ ગણેશભાઈ ડાયાભાઇ ભગિયા, 70 વર્ષીય વૃદ્ધ વીરજીભાઈ માવજીભાઈ અને એક 20 વર્ષીય યુવતીને શ્વાને કરડી લેતા તમામેં હોસ્પિટલમાં હડકવા વિરોધી ઈન્જેક્શનની સારવાર લેવાની નોબત આવી હતી. જોકે છેલ્લે મળતી વિગય મુજબ આ હડકાયા કુતરાનું મોત નિપજતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..

મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate