માળીયા (મી.) પંથકમાં 50થી વધુ દુધાળા પશુઓના ભેદી બીમારીથી મોત

- text


માળીયા (મી.) : મોરબી જિલ્લાના માળીયા મી.ના ગ્રામ્ય પંથકમાં છેલ્લા 15 દિવસથી દુધાળા પશુઓ પર જાણે કાળ ત્રાટકયા હોય, તેમ માળિયા મિયાણા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં દુધાળા પશુઓ ખાસ કરીને ભેંસમાં ભેદી બીમારી જોવા મળી રહી છે. આ બીમારીમાં પહેલા પશુના પેશાબમાં કાળુ લોહી આવે છે. ત્યારબાદ પશુ ચક્કર ખાઈને પડી જાય છે. અને બાદમાં પશુ મુત્યુ પામે છે. આચાનક આવી પડેલી બીમારીને કારણે નાના એવા તાલુકામાં દૂધળા પશુના ટપોટપ મોત થઇ રહ્યા છે. 15 દિવસમાં 50 જેટલા પશુઓના મોત થયા છે.

આ અંગે માળીયા મિયાણાના પશુ પાલન વિભાગ દ્વારા મૃત્યુ પામેલ પશુઓના પોસ્ટમોર્ટમ કર્યા બાદ ગ્રામ નેગેટિવ બેકટ્રીરીયલ ઇન્ફેક્શન હોવાનું પ્રારંભિક તારણ જણાવી રહ્યા છે અને એફ.એમ.ડી. ટાઈપિંગ લેબ અમદાવાદ ખાતે સેમ્પલ મોકલવામાં આવેલ છે. માળીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના પશુઓમાં એક પ્રકારની બીમારી આવવાથી 50 થી વધુ પશુઓના મોત થઈ ચૂક્યા છે. આ ભેદી બીમારીથી માળીયા તાલુકાના ભાવપર ગામે ૩૦, સુલતાનપુર – ૬, તરઘરી – ૬, વેજલપર – ૩, ઘાટીલા – ૩, સરવડ – ૨, ચીખલી – ૨, મહેન્દ્રગઢ – ૧, મેઘપર – ૧, ખીરસરા – ૧, કુંભરીયા – ૧ સહિતના ગામોમાં પશુઓના મોત થયા છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..

મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text