સોનાના વાયદાના ભાવમાં રૂ.૩૮૦ અને ચાંદીમાં રૂ.૯૭૦નો ઘટાડો: ક્રૂડ તેલમાં ચાલુ રહેલો સુધારાનો દોર

- text


 

કપાસ, કોટન, સીપીઓ, મેન્થા તેલના વાયદાના ભાવમાં સાર્વત્રિક નરમાઈનો માહોલ: નેચરલ ગેસ પણ ઢીલું: પ્રથમ સત્રમાં રૂ.૧૨,૬૯૮.૨૫ કરોડનું ટર્નઓવર

મોરબી : વિવિધ કોમોડિટી વાયદા, બુલડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૧,૭૪,૬૭૦ સોદામાં રૂ.૧૨,૬૯૮.૨૫ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોનાના વાયદાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ.૩૮૦ અને ચાંદીમાં કિલોદીઠ રૂ.૯૭૦નો ઘટાડો થયો હતો. બિનલોહ ધાતુઓ પણ એકંદરે ઘટી આવી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલમાં સુધારાનો દોર ચાલુ રહી વાયદા વધુ વધ્યા હતા, જ્યારે નેચરલ ગેસ ઢીલું હતું. કૃષિ કોમોડિટીઝમાં કપાસ, કોટન, સીપીઓ અને મેન્થા તેલના વાયદાના ભાવમાં સાર્વત્રિક નરમાઈનો માહોલ હતો.

દરમિયા, કીમતી ધાતુઓનો ઈન્ડેક્સ બુલડેક્સનો સપ્ટેમ્બર વાયદો ૧૬,૧૦૫ ખૂલી, ઊંચામાં ૧૬,૧૩૬ અને નીચામાં ૧૬,૦૧૦ના મથાળે અથડાઈ ઈન્ટ્રા-ડેમાં ૧૨૬ પોઈન્ટની મૂવમેન્ટ સાથે પ્રથમ સત્રનાં અંતે ૧૩૯ પોઈન્ટ ઘટી ૧૬,૦૮૪ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. બુલડેક્સ ફ્યુચર્સમાં ૧,૧૧૦ સોદાઓમાં કુલ રૂ.૧૧૬.૦૭ કરોડનાં ૧,૪૪૪ લોટ્સના વેપાર થયા હતા, જ્યારે ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે ૬૧૪ લોટ્સના સ્તરે રહ્યો હતો.

કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૭૮૬૮૫ સોદાઓમાં રૂ.૬૦૭૬.૨૪ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૫૧૭૧૦ ખૂલી, ઊપરમાં રૂ.૫૧૭૧૦ અને નીચામાં રૂ.૫૧૨૭૯ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૮૦ ઘટીને રૂ.૫૧૪૪૪ બંધ રહ્યો હતો.

ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૪૬ ઘટીને ૮ ગ્રામદીઠ રૂ.૪૧૬૧૪ અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૦ ઘટીને ૧ ગ્રામદીઠ રૂ.૫૨૨૪ થયા હતા, જ્યારે સોનું-મિની ઓક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૩૭૫ ઘટીને બંધમાં રૂ.૫૧૫૦૧ ના ભાવ રહ્યા હતા.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬૭૯૦૦ ખૂલી, ઊપરમાં રૂ.૬૭૯૭૪ અને નીચામાં રૂ.૬૭૫૦૦ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૯૭૦ ઘટીને રૂ.૬૭૮૧૧ બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર રૂ.૯૩૭ ઘટીને રૂ.૬૭૭૯૨ અને ચાંદી-માઈક્રો નવેમ્બર રૂ.૯૩૧ ઘટીને રૂ.૬૭૮૦૫ બંધ રહ્યા હતા.

એનર્જી સેગમેન્ટમાં કુલ ૬૮૭૮૯ સોદાઓમાં રૂ.૨૬૨૧.૫૬ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૨૯૨૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૯૮૨ અને નીચામાં રૂ.૨૯૦૪ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૭ વધીને રૂ.૨૯૬૭ બંધ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં ૧૭૦૭ સોદાઓમાં કુલ રૂ.૧૭૦.૪૯ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન ઓક્ટોબર વાયદો ગાંસડીદીઠ રૂ.૧૮૦૪૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૮૦૪૦ અને નીચામાં રૂ.૧૭૯૫૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૬૦ ઘટીને રૂ.૧૭૯૭૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૭૯૭ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે ૫૦ પૈસા ઘટીને બંધમાં રૂ.૭૯૪.૩ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૯૬૮ ખૂલી, ઊપરમાં રૂ.૯૬૮ અને નીચામાં રૂ.૯૫૮.૧ રહી, અંતે રૂ.૯૫૯.૫ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧૦૪૧ ખૂલી, ઊપરમાં રૂ.૧૦૪૨ અને નીચામાં રૂ.૧૦૩૩.૫ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૬.૫૦ ઘટીને રૂ.૧૦૩૪.૫ ના સ્તરે બંધ રહ્યો હતો.

- text

વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૨૧૨૮૨ સોદાઓમાં કુલ રૂ.૩૫૫૫.૯૬ કરોડ ની કીમતનાં ૬૯૧૨.૩૨૮ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૫૭૪૦૩ સોદાઓમાં કુલ રૂ.૨૫૨૦.૨૮ કરોડની કીમતનાં ૩૭૧.૫૩૧ ટન, ક્રૂડ તેલમાં ૨૩૨૩૨ સોદાઓમાં રૂ.૧૦૪૬.૭૭ કરોડનાં ૩૫૬૨૯૦૦ બેરલ્સ, કોટનમાં ૮૩ સોદાઓમાં રૂ.૩.૯૯ કરોડનાં ૨૨૨૫ ગાંસડી, સીપીઓમાં ૧૫૪૪ સોદાઓમાં રૂ.૧૬૧.૫૧ કરોડનાં ૨૦૨૮૦ ટન, મેન્થા તેલમાં ૩૨ સોદાઓમાં રૂ.૩.૮૪ કરોડનાં ૩૯.૯૬ ટન, કપાસમાં ૪૮ સોદાઓમાં રૂ.૧.૧૪ કરોડનાં ૨૨૦ ટનના વેપાર થયા હતા.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૨૦૩૦૬.૮૪૮ કિલો, ચાંદીના વાયદાઓમાં ૬૨૦.૧૫૫ ટન, ક્રૂડ તેલમાં ૪૭૪૩ બેરલ્સ, કોટનમાં ૨૬૭૭૫ ગાંસડી, સીપીઓમાં ૭૦૧૭૦ ટન, મેન્થા તેલમાં ૧૬૨ ટન અને કપાસમાં ૩૩૨ ટનના સ્તરે રહ્યો હતો.

સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૫૨૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૩૦૦ ખૂલી, ઊપરમાં રૂ.૩૦૦ અને નીચામાં રૂ.૧૭૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૯૮.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૫૧૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૨૧૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૫૦ અને નીચામાં રૂ.૧૭૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૮૮ બંધ રહ્યો હતો.
ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૬૯૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૩૮૦૦ ખૂલી, ઊપરમાં રૂ.૩૮૦૦ અને નીચામાં રૂ.૩૪૬૧.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૫૦૭.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૬૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૧૨૧૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૨૧૦ અને નીચામાં રૂ.૧૦૭૯.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૧૨૮ બંધ રહ્યો હતો.
તાંબાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૫૩૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૩.૨ ખૂલી, ઊપરમાં રૂ.૩.૨ અને નીચામાં રૂ.૩.૨ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૩.૨ બંધ રહ્યો હતો.

ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૨૯૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૪૦.૫ ખૂલી, ઊપરમાં રૂ.૭૫ અને નીચામાં રૂ.૨૪ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૬૮.૪ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૨૯૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ઓક્ટોબર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૦૭ ખૂલી, ઊપરમાં રૂ.૧૧૪ અને નીચામાં રૂ.૯૭.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૦૧.૨ બંધ રહ્યો હતો.

- text