વાંકાનેરના રાતીદેવળી ગામે જુગાર રમતા ચાર ઝડપાયા

વાંકાનેર : વાંકાનેર પોલીસે ગઈકાલે બાતમીના આધારે રાતીદેવળી ગામે જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી લીધા હતા. આ બનાવની વાંકાનેર સીટી પોલિસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેર સીટી પોલીસે બાતમીના આધારે ગઈકાલે તા.૧૬ ના રોજ રાતીદેવળી ગામની સીમમા વાડી પાસે આવેલ ખરાબા પાસે જુગાર રમતા હમીરભાઇ ડુંગરભાઇ વોરા, અરજણભાઇ રવાભાઇ લામકા, મુકેશભાઇ ભોગીલાલ શાહ, ઇસ્માઇલભાઇ ઇબ્રાહીમભાઇ સુમરાને રોકડા રૂ. ૧૧,૩૦૦ તથા મોબાઇલ નંગ -૪ તેમજ બે બાઈક મળીને કુલ રૂ. ૭૩,૮૦૦ સાથે ઝડપી.લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..

મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..

https://t.me/morbiupdate