મોરબીના બરવાળા નજીક ટ્રક પાછળ બાઇક અથડાતા યુવકનું મોત

મોરબી : મોરબીના બરવાળા ગામ નજીક રોડ પર પાર્ક થયેલા ટ્રક પાછળ બાઈક અથડાતા બાઈકચાલક યુવાનનું મોત નીપજ્યું હતું.

આ બનાવની તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર માળીયાના મોટા ભેલા ગામે રહેતા રતીલાલભાઇ છગનભાઈ અબાસણીયાનો પુત્ર વિશાલ હોન્ડા નં-GJ-36-K-6433 લઈને ગત તા.૧૪ ના રોજ મોરબી તાલુકાના બરવાળા ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે ટાટા કંપનીના ટ્રક રજી. નંબર જીજે-૧૨-બીટી-૫૯૭૪ વાળાના ચાલકે પોતાનો ટ્રક બરવાળા ગામની સીમ રેલ્વે સ્ટેશનેથી થોડે આગળ રોડ ઉપર પાર્ક કર્યો હોય, જે બાઈકચાલકને ન દેખાતા બાઈક આ ટ્રક પાછળ અથડાતા બાઈકચાલક યુવાનને ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પિતાએ ટ્રકચાલક સામે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..

મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate