મોરબીના રવાપરથી ઉમિયા સર્કલ સુધીનો વનવે તાકીદે રીપેર કરવા માંગ

મોરબી : મોરબીમાં કેનાલની બીજી બાજુમાં આવેલ કાચો રોડ કે જે રવાપરથી ઉમિયા સર્કલ સુધીનો વનવે કરેલ છે. જેને તાત્કાલિક રીપેર કરવા બાબતે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવા દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખીત રજૂઆત કરવામાં આવી છે.

મોરબીમાં આવેલ રવાપર ગામથી શનાળા રોડ પરના ઉમિયા સર્કલ સુધીના કેનાલ રોડને વન વે કરવામાં આવેલ છે. હાલમાં આ રોડ પર લોકોને ચાલવા માટે ફરજિયાત કહેવામા આવે છે. પરંતુ આ કેનાલની બીજી બાજુના રોડમાં પડેલ મોટા ગાબડાંઓ અને ખાડાઓ રીપેર કરવામાં આવતા નથી. એક તો આ રોડ બનાવવામાં આવેલ નથી, કાચો જ છે. જેના કારણે લોકોને અકસ્માત થાય છે. અને લોકોના વાહનો પણ ખરાબ થાય છે.

હાલમાં જ એક બાઇકસવારનું અકસ્માત થતાં પગમાં ફ્રેક્ચર થવા પામેલ છે. પરંતુ તંત્ર ઘોર નિંદ્રામાં છે. તંત્ર તમાશો જોયા કરે છે. પરંતુ આ ગાબડા અને ખાડા રીપેર કરાવતું નથી. તો રજુઆતમાં માગણી કરાઈ છે કે તાત્કાલિક ધોરણે આ કાચો રોડ રીપેર કરવામાં આવે, જો આવું નહીં કરવામાં આવે તો ના છૂટકે કલેક્ટર કચેરી એ ગાંધી ચિંધ્યા માર્ગે સ્થાનિક લોકો સાથે રાખીને રજૂઆતો કરવાની ફરજ પડશે તેમજ ધરણા કરવાની ફરજ પડશે। તો આ બાબતે વહેલાસર યોગ્ય કરવા અપીલ કરવામાં આવે છે


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate