મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામેલ યુવકની ઓળખ કરવા પોલીસે તજવીજ હાથ ધરી

- text


મોરબી : મોરબીની સિવિલ હોસ્પિટલમાં કોઈ બીમારીને કારણે દાખલ કરવામાં આવેલા એક યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ મૃતક યુવકના વતન કે પરિવાર અંગે કોઈ વિગત ન મળતા હાલ તેના મૃતદેહને સિવિલ હોસ્પિટલના પી.એમ. વોર્ડના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામા આવ્યો છે. આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલિસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. હાલમાં પોલીસે મૃતકના પરિવારજનોની શોધખોળ હાથ ધરી છે.

- text

આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગત મુજબ મૃતક યુવકનું નામ જગદીશ વેલજીભાઈ હોય અને તેમની ઉમર અંદાજિત 40થી 45 વર્ષ હોવાની શક્યતા છે. મૃતક પાતળા બાંધાના છે અને તેણે બ્લુ અને બ્લેક કલરના કપડાં પહેર્યા છે. તેના જડબામાં ઇજા પહોંચી હોવાના નિશાન છે. મૃતક યુવકના પરિવાર કે સગાં-વહાલાં અંગે કંઈપણ જાણકારી હોય તો મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એચ. એમ. ચાવડા મો.નં. 98240 82946 પર સંપર્ક કરવા જણાવાયું છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text