મોરબીનો 10 વર્ષનો બાળક બન્યો સર્ટિફાઈડ એન્ડ્રોઈડ ડેવલપર!

- text


મોરબી : મોરબીમાં રહેતો 10 વર્ષનો બાળક ખાનગી ઓનલાઈન એપ દ્વારા મોરબીમાં સર્વપ્રથમ સર્ટિફાઈડ એન્ડ્રોઈડ ડેવલપર બન્યો છે.

મોરબીના રહીશ અમર ત્રિવેદીનો પુત્ર સૌમ્ય 10 વર્ષનો છે. સૌમ્યએ ખાનગી ઓનલાઈન એપ્લિકેશનમાં એન્ડ્રોઈડ ડેવલપરનો કોર્ષ કર્યો છે. હાલમાં તેણે આ કોર્ષ પાસ કર્યો છે. તેણે કોર્ષ દરમિયાન એપ્લિકેશન અને વેબસાઈટ ડેવલપ કરી છે. આથી, તેને કંપની તરફથી એન્ડ્રોઈડ ડેવલપરનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. તેમજ સૌમ્યના નામના વિઝિટિંગ કાર્ડ પણ મોકલવામાં આવ્યા છે. આમ, સૌમ્યએ માત્ર 10 વર્ષની વયમાં અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. જે બદલ સૌમ્યના માતા-પિતા અને પરિવારજનો ગૌરવની લાગણી અનુભવે છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text