મોરબી જિલ્લાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર ના કરાય તો આંદોલનની ચીમકી

- text


 

મોરબી : મોરબી જીલ્લામાં સતત બીજા વર્ષે 200 ટકા કરતા વધુ વરસાદ થવાને કારણે ખેતરમાં જમીન ધોવાણ થયુ છે ત તેમજ ચોમાસુ પાકને વધુ પાણી મળવાને કારણે નિષ્ફળ ગયો છે.આ મોરબી તાલુકાને લીલો દુષ્કાળ જાહેર કરી ત્વરિત સહાય કરવા માટે મોરબી તાલુકા સરપંચ એસોસિએશન દ્વારા જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી માગ કરવાંમાં આવી હતી જો માંગણી ન સ્વીકારવામાં આવે તો આઠ દિવસ બાદ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

- text

મોરબી તાલુકામાં સતત બીજા વર્ષે પણ સરેરાશ વરસાદ કરતા 200 ટકા કરતા વધારે વરસાદ પડ્યો છે. જેના કારણે ચોમાસુ પાક બીજી વાર નિષ્ફળ ગયો છે. મોરબી તાલુકાના છેવાળાના ગામમાં તો ખેતરોમા એટલા પાણી ભરાયા હતા કે એક સપ્તાહ સુધી તેમાં ન જઇ શકાય તેવી સ્થિતિ સર્જાઈ હતી મોટા ભાગના ખેતરમાં જમીન સાથે સાથે પાક ધોવાઇ ગયો હતો. જેના કારણે ખેડૂતોની હાલત કફોડી બનતા આજે મોરબી તાલુકાને લીલો દુષ્કાળ જાહેર કરી ત્વરિત સહાય કરવા માટે મોરબી સરપંચ એસોસિએશન દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવી લેખિત રજુઆત કરવામાં આવી હતી જો રાજ્ય સરકાર તેઓની માંગણી ન સ્વીકારવામાં આવે આઠ દિવસ બાદ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

- text