મોરબીના સામાકાંઠા વિસ્તારમાં બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવા માંગ

મોરબી : મોરબી શહેરના વોર્ડ નં. 4માં સમાકાંઠા વિસ્તારમાં નટરાજ ફાટકથી સો ઓરડી વિસ્તાર અને મેઈન રોડ વિસ્તાર પર અને સોસાયટીઓની સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં છે. હાલ ચોમાસાની સિઝનમાં વરસાદના લીધે રોડ-રસ્તાઓમાં પણ ખાડા પડી ગયેલા છે અને ખરાબ હાલતમાં છે. જેથી, વાહનચાલકોને અંધારામાં દેખાતું નથી અને અવારનવાર અકસ્માત સર્જાય છે. તેમજ બેઠા પુલ પાસે 8 થી 10 લાઈટોની ચોરી થઈ ગયેલ છે. ત્યાં સીસીટીવી પણ છે, તેના ફૂટેજના આધારે તેની તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે અને તે લાઈટોની જગ્યાએ નવી લાઈટો નાખવામાં આવે તેમજ જે લાઈટો બંધ હાલતમાં છે, તે રીપેર કરી ફરી વાર ચાલુ કરવામાં આવે તેવી રજુઆત સામાજિક કાર્યકર રાજુભાઈ વી. દવે, જગદીશભાઈ જી. બાંમભણીયા, જિજ્ઞેશ એચ. પંડ્યા, મુસાભાઈ બ્લોચ દ્વારા મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને કરવામાં આવી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate