પાંચ વર્ષની સજા થયા બાદ નાસતા ફરતા મોરબીના આરીફ મીરની ધરપકડ

- text


ખૂન, ખૂનની કોશિશ, રાજ્ય સેવક પર હુમલા, દારૂ, મારામારી, રાયોટિંગ જેવા 24 ગુન્હામાં સંડોવાયેલો આરીફ મીર ભીમસર ચોકડી ખાતેથી ઝડપાયો

મોરબી : ચોવીસ જેટલા ગુન્હા જેના નામે પોલીસ ચોપડે નોંધાયેલા છે એવા મોરબીના આરીફ મીરને મોરબી એલ.સી.બી.એ માળીયા.મી. નજીક ભીમસર ચોકડી પાસેથી કાર સહિત ઝડપી પાડી પાંચ વર્ષની સજા જાહેર થયા બાદ નાસતા ફરતા આરોપી સામે હવે કોર્ટની ધરપકડના વોરંટની બજવણી કરવામાં આવશે.

સન 2011માં રાજ્ય સેવક પર હુમલાના આરોપી આરીફ મીર રહે. કાલિકા પ્લોટ, સાયન્ટિફિક રોડ, મોરબી વાળાને ઉક્ત કેસ મામલે મોરબી ચીફ કોર્ટે સન 2018માં તેના સાગરીત સહિત બન્નેને 2 વર્ષની જેલની સજા ફટકારી હતી. જે સજા સામે સેશન્સ કોર્ટ મોરબીમાં અપીલ કરાતા કોર્ટે એક આરોપીની સજા માફ કરી હતી જ્યારે આરોપી આરીફ મીરને 5 વર્ષની જેલની સજા ફટકારી હતી. ત્યારબાદથી આરીફ મીર ફરાર થઈ ગયો હતો. કોર્ટે નાસતા ફરતા આરોપીનું ધરપકડ વોરંટ પણ ઇસ્યુ કર્યું હતું.

5 વર્ષની સજા જાહેર થયા બાદ નાસતો ફરતો આરોપી મોરબી તરફ આવી રહ્યો હોવાની પૂર્વ બાતમીને આધારે એલસીબી પો.ઇન્સ. વી.બી.જાડેજા સહિતની ટીમ માળીયા. મી. નજીક ભીમસર ચોકડી નજીક વોચમાં હતા એ દરમ્યાન અમદાવાદ તરફથી થઈ માળીયા તરફ આવી રહેલી સફેદ કલરની ક્રેટા કારને અટકાવી તપાસ કરતા આરીફ ગુલામભાઈ મીર મળી આવ્યો હતો. રાત્રે 10: 45 કલાકે ઝડપાયેલા આરીફ સામે કોર્ટના વોરંટની બજવણી કરવામાં આવી હતી.

- text

નોંધનીય છે કે આરીફ મીર તથા શનાળાના હિતેન્દ્રસિંહ ઉર્ફે હીતુભા કરણસિંહ ઝાલા વચ્ચે અદાવત ચાલી આવતી હોય 2017ની સાલમાં આરીફના ભાઈ મુસ્તાક મીરની હત્યા થઈ હતી અને 2018ની સાલમાં આરીફ પર પણ જીવલેણ હુમલો થયો હતો. હાલ આરોપીને પકડનાર ટીમમાં પો.ઇન્સ. વી.બી.જાડેજા એલ.સી.બી. મોરબી, પો.હેડ.કોન્સ. દિલીપભાઇ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, જયવંતસિંહ ગોહિલ, ભરતભાઇ મિયાત્રા, અશોકસિંહ ચુડાસમા, સંજયભાઈ પટેલ, સતિષભાઈ કાંજીયા સહિતનો પોલીસ કાફલો રોકાયો હતો.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text