કોટડાનાયાણી ગામે રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

પોલીસે એક શખ્સની અટકાયત કરી

વાંકાનેર : વાંકાનેર તાલુકાના કોટડાનાયાણી ગામે પડતર રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ બનાવમાં એક શખ્સ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

ગઈકાલે તા. 15ના રોજ કોટડાનાયાણી ગામમાં આવેલ પડતર મકાનમાં ગે.કા. પાસ પરમીટ કે આધાર વગર વેચાણ કરવાના ઇરાદાથી ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂ બોટલ નંગ 12 (કિ.રૂ. 3,600)નો વિદેશી દારૂનો મુદામાલ ઝડપાયો છે. આ બનાવમાં પોલીસે ગજેન્દ્રસિંહ ઉર્ફે લાલો દિલાવરસિંહ ઝાલા (ઉ.વ. 27)ની અટકાયત કરી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate