લાલપર ગામે પોષણ માસ અભિયાન અંતર્ગત વાનગી હરીફાઈ યોજાઈ

- text


મોરબી : આઈ.સી.ડી.એસ. મોરબી ઘટક 2 દ્વારા લાલપર ગામે સ્થિત આંગણવાડી કેન્દ્ર પર પોષણયુક્ત વાનગી હરિફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું.

પોષણ માસની ઉજવણી અન્વયે લાલપર ગામ સ્થિત આંગણવાડી કેન્દ્ર ખાતે કિશોરીઓ માટે પોષણયુક્ત વાનગી સ્પર્ધાનું આયોજન ગત તારીખ 14ના રોજ સંપન્ન થયું. આ કાર્યક્રમમાં 11થી 18 વર્ષની કિશોરીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ તકે CDPO-2 દ્વારા જનજાગૃતિના ભાગરૂપે આંગણવાડીની વિવિધ સેવાઓની જાણકારી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

- text

આ કાર્યક્રમમાં ટેક હોમ રાશનમાંથી અવનવી પૌષ્ટિક વાનગીઓ બનાવવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક પહેરવું, સેનીટાઇઝરનો ઉપયોગ વગેરેની માહિતી આપવામાં આવી હતી અને ઉક્ત પ્રસંગે તેનું ચુસ્તપણે પાલન પણ કરવામાં આવ્યું હતું. પંચાયતના સભ્ય રમેશભાઈ, ગ્રામ અગ્રણી અરવિંદભાઈ તથા ભાવનાબેન ચારોલા, CDPO-2 હસ્તે દીપ પ્રાગટય કરી કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો. જ્યારે કાર્યક્રમના અંતે વાનગી સ્પર્ધામાં ભાગ લેનાર તમામ કિશોરીઓને પ્રોત્સાહિત કરવામાં આવી હતી.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text