PM નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આવતીકાલે મોરબીમાં રક્તદાન કેમ્પ યોજાશે

મોરબી : દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી માટે સેવાકાર્યોના ભાગરૂપે સેવા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે આવતીકાલે તા. 17ના રોજ સવારે 9.30 થી 12.30 દરમિયાન સંસ્કાર બ્લડ બેન્ક જીઆઇડીસી સનાળા રોડ, મોરબી ખાતે મોરબી જીલ્લા યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા, જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારા, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયા, ભાજપ અગ્રણી બ્રિજેશભાઈ મેરજા, ભાજપ અગ્રણી દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી શહેર પ્રમુખ લાખાભાઈ જારીયા, તાલુકા પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયા હાજર રહેશે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate