હળવદ શહેર અને દિઘડિયા ગામે ટ્રાન્સફોર્મર પર વીજળી પડી : વીજ પુરવઠો ખોરવાયો

- text


 

હળવદ: હળવદમાં આજે મોડી સાંજના જોરદાર પવન અને વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો જોકે વરસાદ તો ધીમીધારે વરસ્યો હતો પરંતુ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ટ્રાન્સફોર્મર પર વીજળી ત્રાટકતા વીજ પુરવઠો ખોરવાયો હતો જેને લઈ હાલ પીજીવીસીએલના કર્મચારીઓ વીજપુરવઠો પૂ:ન કાર્યરત કરવા કામગીરી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે

આજે આખો દિવસ ગરમી અને ઉકળાટ રહ્યા બાદ મોડી સાંજે હળવદમાં પવન અને ગાજવીજ સાથે વરસાદી માહોલ જામ્યો હતો જોકે વરસાદ તો થોડીવાર ધીમીધારે વરસ્યો હતો તેની સાથે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ટ્રાન્સફોર્મર પર વીજળી પડવાના બનાવો સામે આવ્યા છે

હળવદ શહેર ના જેમાં વોર્ડ નંબર સાત માં આવતા દિવ્ય પાર્કમાં રહેલ ટ્રાન્સફોર્મર પર વીજળી પડતાં આ વિસ્તારમાં પુરવઠો ખોરવાયો છે જ્યારે તાલુકાના દિઘડીયા ગામે પણ ટ્રાન્સફોર્મર પર વીજળી પડી હોવાનું પીજીવીસીએલ અધિકારી દ્વારા જણાવાયું હતું

- text

હળવદમા આજે મોડી સાંજે વરસેલા વરસાદને લઇ વાતાવરણ તો ઠંડુ થયુ છે પરંતુ ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે કારણ કે હાલ અત્યારે ખાસ કરીને પંથકના ખેડૂતો મગફળી તૈયાર થતાં તેને કાઢી રહ્યા છે તેવા સમયે વરસાદ વરસતા ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે.!

- text