મોરબી : અકસ્માતમાં બેને ઇજા ,108- પોલીસની ત્વરિત કામગીરી બન્નેને તાત્કાલિક સારવાર મળી

- text


 

બન્ને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લાવતી વખતે રસ્તામાં ટ્રાફિકજામ નડતા 108 અને પોલીસે કુનેહપૂર્વક કામગીરી કરી

મોરબી : મોરબી માળીયા હાઇવે પર સોખાડા ગામ નજીક બાઈક પર જઈ રહેલા નિલેશ વિષ્ણુભાઈ ગઢવી 30 વર્ષના યુવાન અને બીજલભાઈ અડાજણભાઈ સુરેલા નામના આધેડને ટ્રક ચાલકે ઠોકર મારી હતી.જોકે બન્ને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લાવતી વખતે રસ્તામાં ટ્રાફિકજામ નડતા 108 અને પોલીસે કુનેહપૂર્વક કામગીરી કરીને બન્નેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયા હતા.

- text

આ અકસ્માતની ઘટનાની 108ની ટીમને જાણ કરતા માળીયા 108ની ટીમના હનીફભાઈ અને ઇમેટી. સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ બન્ને ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડવા તજવીજ હાથ ધરી હતી.108માં તેઓને હોસ્પિટલમાં લાવી રહ્યા હતા ત્યારે મોરબીના ટિબડી નજીક ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો જે બાદ 108ની ટીમે દર્દીઓની સ્થિતિ જોતા પોલીસને જાણ કરતા બે પોસીઆર વાહનમાં મોરબી તાલુકા પોલીસની ટિમ ટ્રાંફિક જામની સ્થિતિએ પહોચી હતી.અને તાત્કાલિક જામ ક્લિયર કરાવી 108ને હોસ્પિટલમાં જવા રવાના કરી હતી.આમ પોલીસ અને 108ની ટીમની ઇમરજન્સી કામગીરીને કારણે બે દર્દીઓ ને ઇમરજન્સી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી શકાયા હતા.

- text