ટંકારાના હડમતીયામાં જોરદાર વરસાદી ઝાપટું

- text


 

ટંકારા : ટંકારાના હડમતીયા ગામે જૉરદાર વરસાદી ઝાપટું પડ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી મોરબી જિલ્લામાં છુટાછવાયો વરસાદ નોંધાઇ રહ્યો છે. તેમાં પણ ગઈકાલે મોરબી અને ટંકારા પંથકમાં મેઘરાજા અનરાધાર વરસ્યા હતા. ત્યારે આજે હડમતીયા ગામે પણ વરસાદી માહોલ જામ્યો છે. આ લખાઈ રહ્યું છે ત્યારે ગામમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ગામમાં રોડ- રસ્તા પાણી- પાણી થઈ ગયા છે અને અસહ્ય બફારા વચ્ચે ઠંડક પ્રસરી છે. આ સાથે લજાઈમાં પણ વરસાદ શરૂ હોવાના વાવડ મળી રહ્યા છે. 

- text