લુણસર ગામે કોરોનાના 5 કેસને પગલે 23મી સુધી સ્વૈચ્છિક લોકડાઉન

- text


વાંકાનેર : મોરબી જિલ્લામાં હમણાંથી કોરોનાનો કહેર વધી રહ્યો છે. ત્યારે વાંકાનેર તાલુકાના લુણસર ગામે તાજેતરમાં કોરોનાના 5 પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ કોરોના કેસને કારણે ગામમાં વધુ સંક્રમણ ન થાય તે માટે લુણસર ગ્રામ પંચાયત દ્વારા દસ દિવસ એટલે આગામી તા. 23મી સુધી ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે.

- text

વાંકાનેર તાલુકાના લુણસર ગ્રામ પંચાયત દ્વારા લેખિતમાં જણાવાયું હતું કે લુણસર ગામમાં કોરોનાના 5 પોઝિટિવ કેસો નોંધાયા છે. આથી, આ ગામમાં કોરોનાનું વધુ સંક્રમણ ન ફેલાય તે માટે ગ્રામ પંચાયત દ્વારા દસ દિવસ એટલે આગામી તા.23 સુધી આ ગામમાં સંપૂર્ણપણે સ્વૈચ્છિક લોકડાઉન પાળવાનું જાહેર કરવામાં આવ્યું છે.

આથી, ગ્રામ પંચાયત દ્વારા તમામ ગ્રામજનો અને દુકાનદારોને સૂચના અપવમાં આવી હતી કે દસ દિવસના લોકડાઉન દરમ્યાન દરરોજ સવારના 7થી બપોરના 1 વાગ્યા પછી ઘરની બહાર નીકળવું નહિ અને કોરોના ન ફેલાય તે માટે તમામ ગ્રામજનોએ કામ ઘરની બહાર નીકળતી વખતે ફરજિયાત માસ્ક પહેરી રાખવાની પણ તાકીદ કરી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text