જાણો..મોરબીના કોરોના પોઝીટીવ શિક્ષકની પોઝિટિવ વાત..

- text


કોરોના પોઝીટીવને પણ પોઝીટીવ લઈ આવી પડેલ વિપત્તિનો હસતા મુખે સામનો કરવો : દિનેશભાઈ વડસોલા

મોરબી : કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ શિક્ષકે કોરોના દર્દીને ઉપયોગી થાય તેવી સકારાત્મક વાતો દર્શાવી છે. હાલમાં કોરોના સાથે જંગ લડી રહેલા શિક્ષક દિનેશભાઈ વડસોલાએ જણાવ્યું છે કે કોરોનાથી ડરો નહિ, છુપાવો નહિ, હિંમત રાખો, સાવેચત રહો, કાળજી રાખો, સુરક્ષિત રહો અને કોરોના પોઝીટીવને પણ પોઝીટીવ લઈ આવી પડેલ વિપત્તિનો હસતા મુખે સામનો કરો.

ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમિત થયા બાદ હાલમાં દિનેશભાઈ હોમ આઇસોલેટેડ છે અને કોરોના વાયરસમાંથી સ્વસ્થ થવા માટે સારવાર લઈ રહ્યા છે. તો દિનેશભાઈની કોરોના પોઝીટીવ આવ્યા બાદની જીવનશૈલી તેના જ શબ્દોમાં નીચે મુજબ છે.

- text

“સરકારી ફરજના કારણે કોરોના હોટસ્પોટ વિસ્તારમાં ડોર ટુ ડોર સર્વેના કારણે કોરોના સંક્રમિત થયો હતો. શરૂઆતમાં ત્રણ દિવસ તાવ, કળતર અને રાત્રે ઠંડી લાગવાના લક્ષણો દેખાયા, ત્યારબાદ સ્વાદ જતો રહ્યો હતો. કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ સતત ગરમ પાણી પીવાનું, લીંબુ પાણી, મોસંબીનું જ્યુસ, અજમો, રાઈના કુરિયા, મીઠા વાળા ગરમ પાણીનો દિવસમાં ત્રણ વખત નાશ લેવો, આદુ-હળદર, તુલસીનો ઉકાળો પીવો, ડોકટરની સલાહ મુજબ તાવ આવે કળતર થાય તો પેરાસીટામોલની ટેબ્લેટ અને દરરોજ એક એઝીથ્રોમાઈસીનની પાંચ ટેબ્લેટનો કોર્ષ કર્યો હતો. તેમજ સ્નેહીજનોના સહકાર, પ્રેમ અને લાગણીથી હું છઠ્ઠા દિવસે બિલકુલ સારું અનુભવી રહ્યો છું. કોરોનાના દર્દીએ પૌષ્ટિક આહાર લેવો, સવાર-સાંજ યોગ-પ્રાણાયામ કરવા, ખુશ રહેવું, ચિંતા ન કરવી જોઈએ. કોરોના પોઝીટીવને પણ પોઝીટીવ લઈ આવી પડેલ વિપત્તિનો હસતા મુખે સામનો કરવો જોઈએ. આમ, હૈયામાં હામ રાખીએ તો કોરોનાને પણ હરાવી શકાય છે.” તેમ મોરબીના શિક્ષક દિનેશભાઈ વડસોલાએ જણાવ્યું છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text