મોરબીના સામાકાંઠેના વિસ્તારોમાં વારંવાર વીજ ધાંધિયાથી સ્થાનિકો પરેશાન

- text


 

મોરબી : મોરબીના લાલપર ગામ પાસે વિશાલદીપ મિલ નજીકના વીજ ફીડરના આસપાસના વિસ્તારોમાં અવારનવાર વીજ ધાંધિયા સર્જાય છે.જેમાં શક્તિ ચેમ્બર ,રચના સોસાયટી, કર્મચારી સોસાયટી, મયુર સોસાયટી સહિતના વિસ્તારોમાં વારંવાર વીજળી ગુલ થઈ જાય છે.આ વિસ્તારોના રહીશોએ એવો બળાપો ઠાલવ્યો હતો.કે ,વરસાદના પાંચ છાંટા પડે તો પણ આ ફીડર ખામી થાય છે.થોડાક વરસાદમાં પણ આસપાસમાં રાત્રે અને દિવસે વારંવાર લાઈટ ગુલ થઈ જાય છે.આજે પણ સામાન્ય વરસાદમાં વીજળી ગુલ થઈ ગઈ હતી.વારંવાર વીજ પુરવઠો ખોરવાતો હોવાથી સ્થાનિક રહીશોને ભારે હાલાકી પડે છે.આથી વીજ તંત્ર આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવે તેવી માંગ કરી હતી.

- text