ચરાડવા ગામમાં 50 નંગ વિદેશી દારૂની બોટલો ભરેલી રિક્ષા સાથે બે ઝડપાયા

કુલ કી.રૂ. 15,000નો વિદેશી દારૂનો મુદામાલ જપ્ત

હળવદ : હળવદ તાલુકાના ચરાડવા ગામમાં 50 નંગ વિદેશી દારૂની બોટલો ભરેલી રિક્ષાને ઝડપી પાડવામાં આવી છે. હળવદ પોલીસ સ્ટેશનમાં બે શખ્સો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

આજે હળવદ પોલીસ સ્ટેશન સ્ટાફ પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન હળવદ-મોરબી રોડ પર આવેલ ચરાડવા ગામે રિક્ષા રજી.નં. જી.જે.-18-યુ-3798માં ભારતીય બનાવટના પરપ્રાંતિય ઇગલીશ દારૂનો જથ્થો વેચાણ કરવાના ઇરાદે રાખી હેરાફેરી કરતા બે શખ્સો પકડાયા હતા. પોલીસે જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો નંગ 50, કિ.રૂ. 15,000 તથા એક રિક્ષા સહીત મળી કુલ રૂ. 75,000નો મુદામાલ કબ્જે કર્યો હતો. આ બનાવમાં પોલીસે દિગ્વીજયસિંહ અનીરૂધ્ધસિંહ જાડેજા (ઉ.વ. 32, ધધો ડ્રાઇવિંગ, રહે. શોભેશ્વર રોડ, મધુસ્મૃતી સોસાયટી, તા.જી. મોરબી, મુળ ગામ શીરોઇ, તા હળવદ) તથા ક્રીપાલસિંહ વજુભાઇ પરમાર (ઉ.વ. 24, ધંધો ચાની હોટેલ, રહે. હાલ ઉચી માંડલ, ચોરા પાસે, મુળ રહે ગામ ઉમરડા, તા. મુળી, જી. સુરેન્દ્રનગર)ની અટકાયત કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate